09:25 AM
09:25 AM
આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 19500 ની ઊપર છે અને સેન્સેક્સ 65548 પર છે. સેન્સેક્સે 322 અંકો સુધી મજબૂત છે, જ્યારે નિફ્ટીએ 93 અંક સુધી વધ્યો છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.84 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.86 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.95 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 322.82 અંક એટલે કે 0.49% ના વધારાની સાથે 65548.86 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 93.20 અંક એટલે કે 0.48% ટકા વધીને 19529.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.04-1.03% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.62 ટકા વધારાની સાથે 44,235.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
દિગ્ગજ શેરોમાં હિરોમોટોકૉર્પ, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, બીપીસીએલ, ઈન્ફોસિસ, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાઈટન 0.78-1.27 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ્સ, નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રિડ, બ્રિટાનીયા, સિપ્લા, સન ફાર્મા, ભારતી એરટેલ અને એચયુએલ 0.06-0.88 ટકા સુધી ઘટ્યા છે.
મિડકેપ શેરોમાં એલએન્ડટી ફાઈનાન્સ, ઈન્ડિયન હોટલ્સ, હિંદપેટ્રોલિયમ, એપીએલ અપોલો અને પીબી ફિનટેક 1.99-2.52 ટકા સુધી વધારો છે. જ્યારે સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ઑયલ ઈન્ડિયા, ટોરેન્ટ ફાર્મા, ક્રિસિલ અને આઈજીએલ 0.19-1.74 ટકા ઘટાડો છે.
સ્મૉલકેપ શેરોમાં અપોલો મિક્રો સિસ્ટમ, ગુડ લક, ઓમેક્સ, એડલવાઈઝ અને શ્રેય ઈન્ડિયા 5.54-9.99 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ, નવિન ફ્લોરિન, રાધવ પ્રોડક્શન, આવાસ ફાઈનાન્શિયર અને સેન્ટ્રમ ઈલેક્ટ્રોનિક 1.32-5.04 ટકા સુધી તૂટ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.