Linde Indiaના શેર પહોંચ્યા રિકોર્ડ હાઈ પર, ઑર્ડર મળ્યા બાદ શેરોમાં બતાવ્યું એક્શન | Moneycontrol Gujarati
Get App

Linde Indiaના શેર પહોંચ્યા રિકોર્ડ હાઈ પર, ઑર્ડર મળ્યા બાદ શેરોમાં બતાવ્યું એક્શન

Linde Indiaએ જાહેરાત કરી કે તેના એર સેપરેશન યૂનિટ માટે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL) પાસેથી મંજૂરી મળી ગઈ છે. આ સમાચાર બાદ રોકાણકારો આ સ્ટૉકમાં જોરદાર ખરીદી કરી રહ્યા છે. કંપની ઑક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, આર્ગન અને અન્ય સ્પેશિયલિટી ગેસ મિશ્રણનું ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યૂટ કરે છે.

અપડેટેડ 06:01:08 PM Aug 23, 2023 પર
Story continues below Advertisement

Linde Indiaના શેરોએ આજે 23 ઑગસ્ટે 6165 રૂપિયાના રિકૉર્ડ હાઈ પર પહોંચ્યો છે. આ સમય આ શેર 2.73 ટકાના વધારા સાથે 5923 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. ખરેકખ ઇન્ડસ્ટ્રિયલ ગેસ કંપનીએ જાહેરાત કરી છે કે તેના એર સેપરેશન યૂનિટ માટે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL) પાસેથી મંજૂરી મળી ગઈ છે. આ સમાચાર બાદ રોકાણકારો આ સ્ટૉકમાં જોરદાર ખરીદી કરી રહ્યા છે.

એગ્રીમેન્ટથી સંબંધિત ડિટેલ્સ

કંપનીએ 22 ઑગસ્ટને એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે રિફાઈનરીના એક્સપેન્શ પ્રોજેક્ટ માટે ઈન્સ્ટ્રૂમેન્ટ એર, પ્લાન્ટ એર અને ક્રાયોજેનિક નાઈટ્રોઝનના પ્રોડક્શન અને સપ્લાઈ કરવા માટે IOCLની પામીપત રિફાઈનરીમાં એક એર સેપરેશન યૂનિટ સ્થાપિત કરવાની મંજૂરી મળી છે.


કંસ્ટ્રક્શન અને પરફૉર્મેન્સ ટેસ્ટ પૂરા થવા પર લિન્ડે ઈન્ડિયા ડિલીવરી ડેટથી 20 વર્ષ સુધી ફેસિલિટીના ઑપરેશન અને મેન્ટેનેન્સ માટે IOCLની સાથે અગ્રીમેન્ટમાં પ્રવેશ કરશે.

કંપનીના વિષયમાં

લિંડા ઈન્ડિયા ઑક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, આર્ગન અને અન્ય સ્પેશિયલિટી ગેસ મિશ્રણનું ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યૂટ કરે છે. આ લિક્વિડ ઑક્સીઝન એક્સપ્લોસિવની સાથે-સાથે વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ, રૉડ, ફ્લક્સ, ગેસ અને ઇલેક્ટ્રિક વેલ્ડિંગ ઇક્વિપમેન્ટ પણ બને છે.

CNBC TV-18ના રિપોર્ટમાં કહ્યું છે કે કંપનીના હેલ્થકેર સેક્ટરથી હેલ્દી ગ્રોથ અને સ્ટીલ સેક્ટરમાં પ્રોડક્ટિવિટીમાં સુધાર અને વિસ્તારની આશા છે. આ કારણે ગેસની માંગ વધવાની સંભાવના છે, જેમાં કંપની માટે નવા અવસર ખુલશે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 23, 2023 6:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.