Shares to BUY: રોયલ ઓર્કિડ હોટેલ્સ (Royal Orchid Hotels) શેર બજારની એવી કેટલીક કંપનીઓમાંની એક છે, જેણે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 100 ટકા કરતા વધુ રિટર્ન આપ્યું છે. કંપનીએ હાલમાં તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે પરિણામો બાદ હવે આ શેરોમાં વધુ તેજી આવી શકે છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એડલવાઈસ (Edelwise)એ રોયલ ઓર્કિડ હોટેલ્સ (Royal Orchid Hotels)ના શેરોને BUY રેટિંગ આપી છે અને તેના માટે 595 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ નક્કી કરી છે. તે તેના હાજર બજાર ભાવથી લગભગ 67 ટકા વધું છે.