યોગેશ ભટ્ટનું કહેવુ છે કે માર્કેટમાં હાલ કરેક્શન છે. માર્ચ-એપ્રિલ બાદ સ્મૉલકેપ-મિડકેપમાં સારી રેલી જોવા મળી. સ્મૉલકેપ-મિડકેપમાં પણ થોડુ કરેક્શન આવ્યું છે. US બૉન્ડ યીલ્ડની હાલ માર્કેટમાં અસર જોવા મળી રહી છે. સ્થાનિક સંકેતોમાં ચૂંટણી પર પણ ફોકસ રહેશે.
યોગેશ ભટ્ટના મતે આ કરેક્શનમાં રોકાણકારોએ તબક્કાવાર રોકાણ કરવું જોઇએ. અર્નિંગ્સ પર પણ ગ્લોબલ માર્કેટની અસર આવે છે. IT, ફાર્મા, ઑટો જેવા સેક્ટર્સ પર ગ્લોબલ માર્કેટની અસર છે. આગળ જતા અર્નિંગ્સની ચાલ થોડી ધીમી પડી શકે છે. બેન્કિંગ સેક્ટરના હાલ સુધીના નંબર્સ સારા આવ્યા છે.
યોગેશ ભટ્ટનું માનવું છે કે IT સેક્ટરના હાલ સુધીના નરમ નંબર્સ અપેક્ષિત હતા. ઇન્ફ્રા, કેપિટલ ગુડ્સ, મેન્યુફેક્ચરિંગ શૅર્સ પર ફોકસ છે. કન્ઝમ્પ્શન પર મોંઘવારીની સૌથી વધુ અસર કરશે. ITમાં હાલ થોડુ સ્લોડાઉન ચાલી રહ્યું છે. સર્વિસ સેક્ટરમાં ઇમર્જિંગ કંપનીઓમાં વધુ નોકરીઓ છે.
યોગેશ ભટ્ટના મુજબ ટેલિકોમ ક્રાંતિનું ભારતીય અર્થતંત્રમાં મહત્વનું યોગદાન છે. માર્કેટ હજુ આગળના સમયમાં પણ વૉલટાઇલ રહેશે. લાર્જકેપ શૅર્સ પર વધુ ફોકસ રાખવું. વેલ્યુએશન પર વધુ ધ્યાન આપવું જોઇએ. મિડ-સ્મૉલકેપમાં હજુ કરેક્શન આવશે. IT, પ્રાઇવેટ બેન્ક, મેન્યુફેક્ચરિંગ રોકાણ માટે પસંદ છે. ડિસ્ક્રિશનરી પર AVOID ની સલાહ છે.