Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:51:19 AM Nov 16, 2023 પર
Story continues below Advertisement
stock in news: 2 પેટ્રોકેમિકલ પ્લાન્ટ સ્થાપવા 1 લાખ કરોડના રોકાણની યોજના છે. પ્લાન્ટમાં ક્રૂડ ઓઇલને હાઈ વેલ્યુ કેમિકલ્સ પ્રોડક્ટસમાં કન્વર્ટ કરાશે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    RBI/Bajaj Finance

    RBIએ બે લેન્ડિંગ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાડ્યો. 'eCOM' અને 'Insta EMI કાર્ડ' હેઠળ લોન ન આપવા આદેશ. ડિજિટલ લેન્ડિંગ ગાઈડન્સના નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. ગ્રાહકોને બન્ને પ્રોડક્ટના ફેક્ટ સ્ટેટમેન્ટ ઈશ્યુ કર્યા નથી. RBIએ કહ્યું ગ્રાહકોને eCom અને Insta EMI કાર્ડના "કી ફેક્ટ સ્ટેટમેન્ટ" નથી આપ્યા. ડિજિટલ લોનના મુખ્ય ફેક્ટ સ્ટેટમેન્ટમાં ખામીઓ સામે આવી.


    RATEGAIN

    200 કરોડ રૂપિયાના ગ્રીનશૂ ઓપ્શન સાથે 600 કરોડ રૂપિયાનો QIP લોન્ચ કરશે. QIP પ્રાઈસ 643 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા. QIP દ્વારા 8% ઇક્વિટી ઊભી કરવાનું લક્ષ્ય છે.

    Dabur

    ડાબર અને ડેર્મોવિવાને USમાં ફેડરલ કેસમાંથી રાહત. પ્રતિવાદી તરીકે બન્નેને કેસમાંથી હટાવ્યા. વ્યક્તિગત અધિકારક્ષેત્રની ઉણપને કારણે હટાવ્યા. બેમાંથી એકપણ કંપની USમાં હેર રિલેક્સ પ્રોડક્ટ નથી વેચતી. માત્ર 'નમસ્તે' હાલ કેસમાં પ્રતિવાદી તરીકે છે. ડાબરના કુલ ટર્નઓવરમાં નમસ્તેનો હિસ્સો 1%થી ઓછો છે.

    TCS

    TCSએ વિવિધ જગ્યાઓ પર 2000 કર્મચારીઓને નોટિસ આપી. 15 દિવસમાં સત્તાવાર શહેરોમાં કામ પર આવવા માટે નોટિસ આપી. ઓગસ્ટના અંતથી આ પ્રકારના મેઈલ મળવાના શરૂ થયા. IT કર્મચારીઓના યુનિયને NITSએ આપી માહિતી. NITS Nascent Information Technology Employees Senate. ગયા મહિને જ TCSએ વર્ક ફ્રોમ ઓફિસ ફરજિયાત કર્યું હતું. કંપનીએ આ અંગે કોઈ ટિપ્પણી નથી કરી. TCS બાયબેકની રેકોર્ડ ડેટની વાત કરીએ તો TCSના બાયબેકની રેકોર્ડ ડેટ 25 નવેમ્બર નક્કી કરી છે. 4150 કરોડ રૂપિયા પર 17000 કરોડ રૂપિયાનું બાયબેક થશે.

    ONGC

    2 પેટ્રોકેમિકલ પ્લાન્ટ સ્થાપવા 1 લાખ કરોડના રોકાણની યોજના છે. પ્લાન્ટમાં ક્રૂડ ઓઇલને હાઈ વેલ્યુ કેમિકલ્સ પ્રોડક્ટસમાં કન્વર્ટ કરાશે.

    Vedanta

    સાઉદી અરબમાં એક નવો પ્લાન્ટ સ્થાપ્યો. SAR (સાઉદી રિયાલ) 1,00,000 માં કોપર બિઝનેસ માટે પ્લાન્ટ શરુ કર્યો.

    VST Tillers Tractors

    કંપનીએ જર્મનીના હેનોવરમાં 3 નવા ટ્રેક્ટરનું અનાવરણ કર્યું. "AGRITECHNICA 2023" માં 3 નવા ટ્રેક્ટરનું અનાવરણ છે. 929 EV, 932 DI અને 929 HST ત્રણ નવા ટ્રેક્ટરનું અનાવરણ છે.

    Paytm

    Paytmએ ટ્રાવેલ કંપની Amadeus સાથે ભાગીદારી જાહેર કરી. 5 વર્ષ માટે કંપની Amadeusનું ખર્ચાળ ટ્રાવેલ પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટ કરશે. ગ્રાહકો માટે સર્ચ, બૂકિંગ અને પેમેન્ટ સર્વિસ આપશે.

    USL

    UK-ભારત ટ્રેડ વાતાઘાટોમાં વાર લાગી શકે છે. EV એન્જીન પર ટેરિફ કન્શેસન ઈચ્છી રહ્યું છે UK. UKએ 2035 સુધી IC એન્જીન તબક્કાવાર બંધ કરવું છે. UK તેમને ત્યાં આયાત થતા EV પર ઓછા દરે ડ્યુટી આપવા માગે છે. રૂલ્સ ઓફ ઓરિજિન, આલ્કોહોલ ટેરિફ, વર્ક વિઝા પર વાતાઘાટો ચાલુ છે.

    Satin CreditCare

    બોર્ડ 20 નવેમ્બર, 2023ના રોજ બેઠકમાં ફંડ પર નિર્ણય લેશે. પ્રાઈવેટ પ્લેસમેન્ટના આધારે NCD દ્વારા ફંડ એકત્ર કરવા નિર્ણય લેવાશે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Nov 16, 2023 9:51 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.