Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:39:51 AM Jun 22, 2023 પર
Story continues below Advertisement
NTPC 24 જૂનને બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં NCD દ્વારા 12000 કરોડ રૂપિયાના ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    FTSE WEIGHT

    શ્રીરામ ફાઈનાન્સ, HDFC AMC, ટિમકેનનું ભારણ વધશે. FTSEમાં ત્રણેય કંપનીઓનું ભારણ વધશે. હાલની બ્લોક ડીલ બાદ FTSEમાં ભારણ વધારવાની જાહેરાત છે. આવતીકાલથી આ ફેરફાર લાગુ થશે.


    TCS

    UKની કંપની Nest સાથેના સ્ટ્રેટેજીક કરાર વધાર્યા. કોન્ટ્રેક્ટની કુલ વેલ્યુ 84 કરોડ પાઉન્ડ છે. કંપનીએ 10 વર્ષ માટે Nest સાથે કરાર વધાર્યા. ડીલ આગળ વધવા પર કોન્ટ્રેક્ટની વેલ્યુ 150 કરોડ પાઉન્ડ વધી શકે છે. 18 વર્ષ માટે ડીલ થવા પર ડીલની વેલ્યુ વધશે.

    Delhivery

    કાર્લાઈલ બ્લૉક ડીલ દ્વારા Delhiveryમાં હિસ્સો વેચી શકે. કાર્લાઈલ બ્લૉક ડીલ 2.53% હિસ્સો વેચી શકે. 385.5 રૂપિયા પ્રતિશેર પર 1.8 કરોડ શેર્સમાં બ્લૉક ડીલ શક્ય છે. 1% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે.

    SANSERA ENG

    સન્સેરા એન્જિનિયરીંગમાં આજે મોટી બ્લૉક ડીલ શક્ય છે. Ebene, CVCIGPનો 14% હિસ્સો વેચવાની યોજના છે. 5% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. લગભગ 75 લાખ શેર્સની ડીલ થઈ શકે છે. ડીલ બાદ 3 મહિનાનો લોક-ઈન રહેશે. Ebene ની સબ્સિડરીનો કંપનીમાં 28% હિસ્સો છે. બ્લૉક ડીલ માટે નોમુરા બ્રોકર રહી શકે છે.

    Shyam Metalics

    પશ્ચિમ બંગાળ ખાતે જમુરિયા પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું. યુનિટની ક્ષમતા 267 MW થી વધારી 357 MW થઈ. સ્પોન્જ આયર્નના ઉત્પાદનને વધારવા માટે 1.65 લાખ TPA ક્ષમતા વધારી છે.

    ALLCARGO LOGISTICS

    મે મહિનામાં LCL વોલ્યુમ મહીના દર મહીનાના ધોરણે 3% વધ્યા, વર્ષ દર વર્ષના ધોરણે 5% ઘટ્યા. કંપનીએ કહ્યું ઈન્વેન્ટરી ઘટાડવાને કારણે કન્ટેનર યુટિલાઈઝેશન ઘટ્યું.

    ZEE ENT

    પુનિત ગોયન્કાએ એક અખબારને કહ્યું મારા માટે મર્જર સૌથી મહત્વનું છે. હું CEO રહું કે નહીં તેના કરતા મર્જર આગળ વધે તે મહત્વનું છે. મર્જરથી 96% જેટલા શેરહોલ્ડરને લાભ થશે. મર્જર આગળ વધે તે ઘણાં લોકોના હિતમાં છે.

    Cheviot

    ટેક્સટાઈલ મંત્રાલયે અનાજ અને શુગરનું જૂટ પેકેજિંગ ફરજીયાત કર્યું. 30 સપ્ટેમ્બર સુધી પેકેજિંગ ફરજીયાત કર્યું. સરકારે પેકેજિંગ ફરજીયાત કરવા પર નોટિફિકેશન જાહેર કર્યું. પહેલા 30 જૂન સુધી પેકેજિંગ ફરજીયાત હતું. સરકારે જૂટ પેકેજિંગ 30 જૂનથી વધારી 30 સપ્ટેમ્બર કરવાનો આદેશ આપ્યો.

    LTIMindtree

    કંપનીએ Canvas.ai નામથી જેનરેટિવ AI પ્લેટફોર્મ લોન્ચ કર્યું.

    HDFC AMC

    SBI MFએ હિસ્સો 2.9%થી વધારી 6.9% કર્યો.

    NMDC

    LIC એ NMDCમાં હિસ્સો વેચ્યો. LICએ હિસ્સો 11.690% થી ઘટાડીને 9.62% કર્યો.

    NTPC

    24 જૂનને બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં NCD દ્વારા 12000 કરોડ રૂપિયાના ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે.

    Global Market: ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, એશિયન માર્કેટ્સમાં નરમાશ, SGX નિફ્ટીમાં મામુલી ઘટાડો

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 22, 2023 8:39 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.