Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:42:54 AM Oct 17, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    HDFC Bank -

    પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેન્ક HDFC Bankએ હાજર નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામાંની જાહેરાત કરી છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કૉર્પની સાથે મર્જર બાદ પહેલા ક્વાર્ટર રિપોર્ટમાં HDFC Bankએ 15976.11 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ દર્જ કર્યો છે. સીએનબીસી-ટીવી18ના 14,616.5 કરોડ રૂપિયાની સરખામણીમાં HDFC Bankએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સારા પરિણામ રજૂ કર્યા છે. કંપનીએ માર્કેટ બંધ થયા બાદ પરિણામ રજૂ કર્યા છે. આજે આ સ્ટૉક 0.24 ટકાના મામૂલી ઘટાડા સાથે 1532 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. ક્વા રહ્યા ક્વાર્ટરના પરિણામ HDFC Bankનો નફો વર્ષના આધાર પર 50 ટકા અને ક્વાર્ટરના આધાર પર 33.7 ટકાથી વધી ગયો છે. જો કે, આ ધ્યાન રાખવું જરૂરી છે કે 1 જુલાઈ 2023એ HDFCની સાથે લેન્ડરના મર્જરને કારણે આ આંકડાના ક્વાર્ટર અથવા વર્ષના આધાર પર સીધા સરખામણી નથી થઈ શકતી. ક્વાર્ટરમાં બેન્કની ગ્રૉસ નૉન-પરફોર્મિંગ અસેટ ઘટીને 1.34 ટકા થઈ ગયો છે. આ રીતે જુલાઈ- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કનું નેટ એનપીએ 0.35 ટકા રહી છે. ક્વાર્ટરના દરમિયાન બેન્કના નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ 27,385 કરોડ રૂપિયા રહી છે, જે સીએનબીસીટીવી-18 ના અનુમાનિત NII 28,187 કરોડ રૂપિયાથી છોડા ઓછા છે.


    Jio Financial Services -

    પગારદાર અને વેપારીઓ માટે પર્સનલ લોન લોન્ચ કરી છે. હાલમાં માત્ર મુંબઈમાં MyJio એપમાં ડિજીટલી લોન અપાય છે. આખા દેશના 300 સ્ટોરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન્ચ કરી છે. વેપારીઓ માટે બિઝનેસ અને મર્ચન્ટ લોન લોન્ચ કરશે. નાના ઉદ્યોગકારો અને બિઝનેસ માટે લોન લોન્ચ કરશે. ઓટો, હોમ અને શેર સામેની લોન પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે. 24 ઈન્શ્યોરન્સ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. સેવિંગ્સ એકાઉન્ટનું સફળતાપૂર્વક રિલોન્ચ કર્યું છે. ડેબિટ કાર્ડ લોન્ચ કરવાનું પણ હાલ યોજના હેઠળ છે.

    Godrej Properties -

    CIDCOએ કંપનીને ફાળવેલા બે પ્લોટ રદ્દ કર્યા છે. નવી મુંબઈમાં ફાળવેલા 2 પ્લોટ રદ્દ કર્યા છે. માર્ચ 2023માં સાનપાડામાં 166 કરોડ રૂપિયાના પ્લોટ મળ્યા હતા. ઈ-ઓક્શન દ્વારા કંપનીને પ્લોટ ફાળવ્યા હતા.

    Data Patterns -

    ઈન- સ્પેસ સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર માટે સ્ટ્રેટેજિક કરાર કર્યા છે. કંપની લઘુચિત્ર SAR રડાર ક્ષમતા સાથે ડેટા પેટર્ન પૂરી પાડશે.

    Oil India -

    1283 કરોડ રૂપિયાના ખર્ચ બનનારા એક સેમી-સબ મર્સિબલ ડ્રિલિંગ યુનિટને મંજૂરી આપી છે. નદુઆ ઓઈલ કલેક્ટિંગ સ્ટેશનની સમયમર્યાદા લંબાવવા મંજૂરી મળી છે. પૂર્વ ખાગોરી-જન ગેસ ગેધરિંગ સ્ટેશનની સમયમર્યાદા લંબાવવા મંજૂરી મળી છે. સમયમર્યાદા 30 એપ્રિલ 2024થી લંબાવાવ મંજૂરી આપી છે.

    KEC International -

    કંપનીને 1,315 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. T&D સેક્ટરમાં નવા ઓર્ડર મળ્યા છે. PGCIL દ્વારા કાર્યરત ટ્રાન્સમિશન લાઇન સ્થપાશે. 765 કેવી એઆઈએસ સબસ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. મધ્ય પૂર્વ, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં ટ્રાન્સમિશન ટાવર સપ્લાય કરશે. કેબલ્સ બિઝનેસ સેગ્મેન્ટને નવા ઓર્ડર મળ્યા છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 17, 2023 8:32 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.