Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર - Stocks in News: In which top stocks will there be movement today, keep an eye | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:56:02 AM Apr 18, 2023 પર
Story continues below Advertisement

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Zee Ent-

OFI ગ્લોબલ ચાઇના ફંડે 4.9 કરોડ શેર્સ વેચ્યા છે. 204 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કંપનીમાં હિસ્સો વેચ્યો છે. સેગાન્ટી ઈન્ડિયા મોરેશિયસે 90 લાખ શેર્સ 204 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. મૉર્ગન સ્ટેનલી એશિયાએ 1.48 કરોડ શેર્સ 204 રૂપિયા પ્રતિ શરના ભાવે ખરીદ્યા છે. Goldman Sachs સિંગાપોરે 64 લાખ શેર્સ 204 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે.


POONAWALLA FINCORP -

સંજય ચામરિયાએ 83 લાખ શેર 290 રૂપિયા પ્રતિ શેરે વેચ્યા છે. કંપનીમાં 1.08 ટકા હિસ્સો વેચ્યો છે. મયંક પોદ્દારે કંપનીમાં 17 લાખ શેર્સ વેચ્યા છે. આદિત્ય બિરલા સન લાઈફ AMC અને પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટે શેર્સ ખરીદ્યા છે.

Samvardhana Motherson -

બોર્ડે યંગશિન મધરસન ઓટો ટેકનો હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. યંગશિન કંપોનેન્ટ, કોરીયામાં 30 ટકા હિસ્સો 6.6 કરોડમાં ખરીદશે. હિસ્સો ખરીદ્યા પછી કંપની યંગશિન મધરસન ઓટો ટેકનો 80 ટકા હિસ્સો ધરાવશે. હિસ્સો ખરીદ્યા પછી યંગશિન મધરસન ઓટો ટેક કંપનીની પેટાકંપની બનશે.

Jubilant FoodWorks -

પેટા કંપની હેશટેગ લોયલ્ટી એસોસિયેટએ કરાર કર્યો છે. Coca cola Pvt ltd સાથે સિક્યોરિટીઝ સબસ્ક્રિપ્શનનો કરાર કર્યો છે. કોકા-કોલા ઇન્ડિયાએ હેશટેગ લોયલ્ટીમાં 104.68 કરોડ રૂપિયામાં 15 ટકા હિસ્સો મેળવ્યો. હેશટેગ લોયલ્ટીમાં કંપનીનો હિસ્સો હવે 35 ટકાથી ઘટીને 29.75 ટકા થયો છે.

BEML -

BEML લેન્ડ અસેટ્સવનું 19 એપ્રિલના રોજ લિસ્ટિંગ થઈ છે. કંપની પાસે બેંગાલુરુ અને મૈસુરમાં 550 કરોડની જમીન છે. BEMLના શેર ધારકોને BEML લેન્ડ અસેટ્સનો એક શેર મળશે. BEMLમાં વિનિવેશનો રસ્તો સરકાર માટે ખુલશે. BEMLમાં વિનિવેશ દ્વારા સરકાર 26 ટકા હિસ્સો વેચવા માગે છે. ડિસેમ્બર અંત સુધીમાં BEMLમાં સરકારનો હિસ્સો 54.03 ટકા છે. 17 એપ્રિલ 2023 મુજબ BEMLની માર્કેટ કેપ 5076 કરોડ રૂપિયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 18, 2023 8:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.