Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:38:12 AM Oct 13, 2023 પર
Story continues below Advertisement
પુણેમાં વાઘોલી ખાતે 5.38 એકર જમીનનું અધિગ્રહણ કર્યું. 1.5 M Square Feet વેચાણ ક્ષમતા ધરાવતી જમીન ડેવલપ કરશે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Infosys

    ભારતની બીજી સૌથી મોટી આઈટી સર્વિસિઝ એક્સપોટરે સપ્ટેમ્બરમાં નાણાકીય વર્ષ 24 ના સમાપ્ત થયેલા ક્વાર્ટર માટે ચોખ્ખો નફો 4.5 ટકા વધીને 6212 કરોડ રૂપિયા છે, રેવેન્યુ ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે 2.8 ટકા વધીને 38,994 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે ડૉલરની આવક 2.2 ટકા વધીને 4,718 કરોડ ડૉલર રહી છે.


    HCLTech

    આઈટી સર્વિસિઝ કંપનીએ સપ્ટેમ્બર નાણાકીય વર્ષ 24 ના સમાપ્ત ક્વાર્ટર માટે 3,832 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો. જે નિષ્ણાંતોના અનુમાનથી વધારે છે, જે છેલ્લા ક્વાર્ટરની તુલનામાં 8.4 ટકા વધારે છે. ક્વાર્ટર માટે રાજસ્વ ક્રમિક રૂપથી 1.4 ટકા વધીને 26,672 કરોડ રૂપિયા થઈ ગયા, છેલ્લા ક્વાર્ટરની તુલનામાં ડૉલર આવક 0.8 ટકા અને સ્થિર મુદ્રા રાજસ્વ 1 ટકા વધી. કંપની સમગ્ર વર્ષના રાજસ્વ વૃદ્ઘિને 4-5 ટકાની સીમામાં અને સર્વિસિઝના રાજસ્વમાં 4.5-5.5 ટકાની સીમામાં વધારો દેખાડે છે, જ્યારે ઈબીઆઈટી માર્જિન માર્ગદર્શનને 18-19 ટકા પર બનાવી રાખે છે અને 12 રૂપિયા પ્રતિશેરના વચગાળાનું ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે.

    Angel One

    રિટેલ સ્ટૉક બ્રોકિંગ હાઉસે સપ્ટેમ્બર નાણાકીય વર્ષ 24 ના સમાપ્ત ક્વાર્ટર માટે અત્યાર સુધીના સૌથી વધારે વ્યાવસાયિક પ્રદર્શન દર્જ કર્યુ છે, જેમાં લાભ 42.6 ટકા વધીને 304.5 કરોડ રૂપિયા થઈ ગયા છે અને રાજસ્વ એક વર્ષ પહેલાના સમયની તુલનામાં 40.6 ટકા વધીને 1048 કરોડ રૂપિયા થઈ ગયા છે. બોર્ડે ચાલૂ નાણાકીય વર્ષ માટે 12.7 રૂપિયા પ્રતિશેરના બીજા વચગાળાનું ડિવિડન્ડની ઘોષણા કરી છે.

    Kesoram Industries

    સિમેન્ટ કંપનીએ સપ્ટેમ્બર નાણાકીય વર્ષ 24 ના સમાપ્ત ક્વાર્ટરમાં 58.4 કરોડ રૂપિયાની કંસોલીડેટેડ ચોખ્ખી ખોટ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 59.05 કરોડ રૂપિયાની ખોટ સામે આવી હતી. કામગીરીમાંથી ચોખ્ખી આવક એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં 12.8 ટકા વધીને 953.8 કરોડ રૂપિયા થઈ છે.

    Bank of Baroda

    BoB World અંગે સૂત્રોએ કહ્યું BoB વર્લ્ડ પર અમુક ખાતાની માહિતી સાથે છેડછાડ થઈ હતી. આ વાત BoBએ સ્વીકારી ત્યાર બાદ RBIએ પગલા લીધા. ખાતાઓ જોડે બિનઅધિકૃત નંબરો લિંક થયા હોવાનું બેન્કે સ્વીકાર્યું. જુલાઈમાં આ મામલો બહાર આવ્યા બાદ RBIએ પગલા લીધા. જુલાઈમાં આ મામલો બહાર આવ્યા બાદ RBIએ પગલા લીધા. 3 કરોડ ખાતા સાથે લીંક થયેલા નંબર અંગે બેન્ક તપાસ કરી રહી છે. ઓડિટનો રિપોર્ટ બેન્કે હજુ સુધી RBIને આપ્યો નથી.

    Dr Reddys

    હૈદરાબાદના બચુપલ્લી પ્લાન્ટને US FDAના 9 અવલોકનો મળ્યા. મંજૂરી પહેલાના નિરીક્ષણ માટે ગઈકાલે US FDAએ તપાસ પૂર્ણ કરી. 4 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન તપાસ થઈ હતી.

    Mphasis

    Sonnick પાર્ટનર LLCનું $132 મિલિયનમાં અધિગ્રહણ કર્યું. સોનિક અધિગ્રહણથી Mphasis FY24ની આવકમાં ~4%નો ઉમેરો. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કન્સલ્ટન્સી અને સેલ્સફોર્સ પાર્ટનર છે.

    LUPIN

    US FDA પાસેથી જેનેરિક દવા Xywav oral solution માટે મંજૂરી મળી. Xywav કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ ઓક્સીબેટ્સ લિક્વિડ છે. નાર્કોલેપ્સીની સારવાર માટે દવાનો ઉપયોગ કરશે.

    GMR Airports

    વર્ષ દર વર્ષના આધારે પેસેન્જર ટ્રાફિક 23% વધ્યો, મહિના દર મહિનાના આધઆરે પેસેન્જર ટ્રાફિક 4% ઘટ્યો. વર્ષ દર વર્ષના આધારે એરક્રાફ્ટ મુવમેન્ટ 14% વધ્યુ, મહિના દર મહિનાના આધારે એરક્રાફ્ટ મુવમેન્ટ 4% ઘટ્યુ.

    IRB Infra

    સામખીયારી સાંતલપુર BOT પ્રોજેક્ટ માટે કરાર કર્યો. પ્રોજેકટની ટોટલ કોસ્ટ 2,092 કરોડ રૂપિયા છે.

    Mahindra Lifespace

    પુણેમાં વાઘોલી ખાતે 5.38 એકર જમીનનું અધિગ્રહણ કર્યું. 1.5 M Square Feet વેચાણ ક્ષમતા ધરાવતી જમીન ડેવલપ કરશે.

    BGR Energy

    મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ પાસેથી 112.75 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. એર કૂલ્ડ હીટ એક્સચેન્જીસ માટે ઓર્ડર મળ્યો.

    SJVN

    કંપનીને રાજસ્થાનમાં 100MW સોલાર પાવર પ્રોજેકટનો 600 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    PAYTM

    RBIએ PAYTM પેમેન્ટ બેન્ક પર 5.39 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. KYC નિયમોના ઉલ્લંઘનને કારણે દંડ ફટકાર્યો છે.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 13, 2023 10:38 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.