Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ - Stocks in News: It's the beginning of the week, in which stocks there will be movement | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:57:17 AM Mar 20, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    tata consumer -

    સંભવિત ઈક્વિઝીશન માટે બિસ્લેરી સાથેની વાટાઘાટો બંધ કરાઈ. બિસ્લેરી સાથે કોઈ ચોક્કસ કરાર કર્યો નથી.


    HDFC-HDFC BANK -

    NCLTએ HDFC બેન્ક અને HDFCના મર્જરને મંજૂરી મળી છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા પહેલાથી જ મંજૂરી મળી છે. ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં આ સૌથી મોટી ડીલ હશે.

    Torrent Pharma -

    US FDAએ એક અવલોકન આપ્યું. ગુજરાત પ્લાન્ટ ખાતે ઓરલ-ઓન્કોલોજી માટે અવલોકન આપ્યું. US FDA દ્વારા 13-17 માર્ચ દરમિયાન તપાસ હાથ ધરાઈ હતી.

    Bliss GVS Pharma -

    US FDA પાસેથી પાલઘર મેન્યુફેક્ચરિંગ યુનિટને 3 અવલોકનો મળ્યા. અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયુ. અવલોકન માટે કંપની વિગતવાર કારણો તૈયાર કરશે. US FDAને નિયત સમયરેખામાં જવાબ વિગતવાર આપવાનો રહેશે. 13-17 માર્ચ વચ્ચે યુનિટમાં તપાસ હાથ ધરાઈ હતી.

    ADANI ENTERPRISES -

    મુંદ્રામાં ₹34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ બંધ કર્યું. મુદ્રા પેટકેમ પ્રોજેક્ટ માટે ₹14000 કરોડ ભેગા કરવાનું આયોજન રદ્દ કર્યું. કંપનીએ મુદ્રા પેટ્રોકેમ નામની સબ્સિડરી બનાવી હતી. ગુજરાતમાં કોલથી કંપની PVC ગ્રીનફીલ્ડ પ્લાન્ટ લગાવવાની હતી. કંપનીના પ્રવક્તાએ કહ્યું આવનારા મહિનામાં પ્રાયમરી ઈન્ડસ્ટ્રી વર્ટિકલના ગ્રોથ અંગે સમિક્ષા કરીશું.

    Navin Fluorine -

    બોર્ડે સબ્સિડરી NFASL માટે ₹450 કરોડના કેપેક્સને મંજૂરી આપી. દહેજ પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે કેપેક્સ મંજૂરી મળી.

    Havells -

    શ્રી-સિટી પ્લાન્ટ માટે ACનું કર્મશિયલ ઉત્પાદન શરૂ કર્યું. 17 માર્ચથી કંપનીએ ACનું કર્મશિયલ ઉત્પાદન શરૂ કર્યું.

    Sumitomo Chemical -

    GPCBએ ભાવનગર સાઈટ પર ઉત્પાદન બંધ કરવાનો આદેશ રદ્દ કર્યો. GPCB એટલે Gujarat Pollution Control Board. 4 માર્ચે 3 મહિના માટે બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. 25 ફેબ્રુઆરીના ભાવનગર સાઇટ પર અકસ્માત સર્જાયા બાદ બંધ કરવાનો આદેશ આપ્યો.

    RVNL -

    1,088.49 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી છે. HRIDC પ્રોજેક્ટની નવી વીજ રેલ લાઈન માટે સોથા ઓછી બિડ ભરી છે. HRIDC એટલે કે હરિયાણા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન. કંપનીને આ પ્રોજેક્ટ 1460 દિવસમાં પૂરો કરવાની આશા છે.

    SJVN -

    MSEDCL પાસેથી 200MW સોલર પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો. MSEDCL એટલે Maharashtra State Electricity Distribution Company.

    SKF India -

    Clean Max Taiyoમાં 26% હિસ્સાનું અધિગ્રહણ કરશે.

    GMR Airports -

    ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ દ્વારા ₹2900 કરોડ એકત્ર કરશે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 20, 2023 8:57 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.