BL Kashyap and Sons Share Price: 13 એપ્રિલના કારોબારમાં BL Kashyap & Sonsના શેર ઈન્ટ્રા ડે માં 6 ટકાનો કુદકો લગાવતો જોવા મળ્યો છે. ખરેખર સ્ટૉકમાં આ તેજી કંપનીને મળી 141 કરોડ રૂપિયાના નવા ઑર્ડર મળવાના સમાચાર બાદ આવી છે. જો કે કારોબારી દિવસના આગળ વધવાની સાથે શેર સુસ્ત દેખાયો અને તે 35.45 રૂપિયાના સ્તર સુધી પણ જતો જોવા મળી રહ્યો છે. સવારે 11.08 વાગ્યાની આસપાસ એનએસઈ પર તે શેર 0.25 રૂપિયા એટલે કે 1.00 ટકાના વધારા સાથે 35.25 રૂપિયાની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો હતો.
કંપનીને મળ્યો 141 કરોડ રૂપિયાનો ઑર્ડર
BL Kashyap & Sonsને સિવિલ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપનીને નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન પાસેથી 141 કરોડ રૂપિયાનો નવો ઑર્ડર મળ્યો છે. આ કંપની ગુજરાતના વડોદરામાં ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ બનાવાનું કામ કરશે. કંપનીએ જાહેર પ્રેસ વિજ્ઞાપ્તિમાં કહ્યું કે અત્યાર સુધી કંપનીનું કુલ ઑર્ડર બુક જીએસટીને છોડીને 2522 કરોડ રૂપિયા છે.
સવારે 9:18 વાગ્યાની આસપાસ BL Kashyap & Sonsના શેર બીએસઈ પર 0.91 રૂપિયા એટલે કે 2.61 ટકાના વધારા સાથે 35.80 રૂપિયાના સ્તર પર કારોબાર કરતો જોવા મળી રહ્યા હતો.
શેરનું પ્રદર્શન
શેરની ચાલ પર નજર કરો તો 1 સપ્તાહમાં તે સ્ટૉક 9.70 ટકા વધ્યો છે. જ્યારે 1 મહિનામાં તેમાં 26.08 ટકાની તેજી આવી છે. જ્યારે 3 મહિનામાં તે 5.89 ટકા વધ્યો છે. સ્ટૉકે છેલ્લા 3 વર્ષમાં 608.08 ટકાનું રિટર્ન તેના રોકાણકારોને આપ્યો છે. વર્તમાનમાં સ્ટૉકનો વૉલ્યૂમ 997,057 શેરોનું છે.
જણાવી દઈએ કે કંપની કંસ્ટ્રક્શન સેક્ટરની કંપની છે. જેનું માર્કેટ કેપ 792 કરોડ રૂપિયા છે અને તેના બુક વેલ્યૂ પ્રતિ શેર 18.76 છે.
8 ડિસેમ્બર 2022એ સ્ટૉકે 38.30 રૂપિયાનો તેના 52 વીક હાઈ પર પહોંચ્યો હતો જ્યારે 21 જૂન 2022એ આ સ્ટૉકે 16.85 રૂપિયાનો તોનો 52 વીક લો હિટ કર્યા હતો. સ્ટૉક તેના 52 વીક હાઈથી 6.53 ટકા નીચે છે જ્યારે 52 વીક લો થી 112.46 ટકા ઉપર જોવા મળી રહ્યો છે.