Trade Spotlight: ગુરૂવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ? | Moneycontrol Gujarati
Get App

Trade Spotlight: ગુરૂવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

Trade Spotlight: 23 નવેમ્બરના નિફ્ટી એક વધુ કારોબારી સત્રમાં 19,800 અંકથી ઊપર ટકી રહેવામાં કામયાબ રહ્યા હતા. જો કે તે કાલે 10 અંક ઘટીને 19,802 પર બંધ થયો હતો. જ્યારે બીએસઈ સેંસેક્સ 5 અંક ઘટીને 66,018 પર બંધ થયો હતો. બ્રૉડર માર્કેટે બેંચમાર્કથી સારૂ પ્રદર્શન કર્યુ. નિફ્ટી મિડકેપ 100 ઈંડેક્સ સપાટ બંધ થયો હતો. જ્યારે, સ્મૉલકેપ 100 ઈંડેક્સ 0.7 ટકાના વધારાની સાથે બંધ થયો હતો. ગઈકાલે હિરો મોટોકૉર્પ, એચપીસીએલ અને સુઝલોન એનર્જીમાં જોરદાર એક્શન જોવાને મળી હતી.

અપડેટેડ 01:11:22 PM Nov 24, 2023 પર
Story continues below Advertisement
Trade Spotlight: ગઈકાલે હિરો મોટોકૉર્પ, એચપીસીએલ અને સુઝલોન એનર્જીમાં જોરદાર એક્શન જોવાને મળી હતી.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Trade Spotlight: નિફ્ટી 50 ઈન્ડેક્સ ગઈકાલે આ મહિનામાં બીજી વખત 19,850-19,875 ની સપાટીએ પહોંચ્યો હતો. સાપ્તાહિક તેમજ મંથલી ચાર્ટ પર મોમેન્ટમ ઈન્ડિકેટર આરએસઆઈમાં ઊપરની તરફ વધુ ઝુકાવની સાથે એક અસેંડિંગ ટ્રાએંગલ પેટર્ન બનાવી. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે આગામી સત્રોમાં નિફ્ટી 19,000-20,000 તરફ આગળ વધવાની સંભાવનાનો આ સંકેત છે. પરંતુ આ માટે 19,700 નો સપોર્ટ કાયમ રહેવાની જરૂર છે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી નિફ્ટી એક રેન્જમાં ફરતા રહી શકે છે.

    23 નવેમ્બરના નિફ્ટી એક વધુ કારોબારી સત્રમાં 19,800 અંકથી ઊપર ટકી રહેવામાં કામયાબ રહ્યા હતા. જો કે તે કાલે 10 અંક ઘટીને 19,802 પર બંધ થયો હતો. જ્યારે બીએસઈ સેંસેક્સ 5 અંક ઘટીને 66,018 પર બંધ થયો હતો. બ્રૉડર માર્કેટે બેંચમાર્કથી સારૂ પ્રદર્શન કર્યુ. નિફ્ટી મિડકેપ 100 ઈંડેક્સ સપાટ બંધ થયો હતો. જ્યારે, સ્મૉલકેપ 100 ઈંડેક્સ 0.7 ટકાના વધારાની સાથે બંધ થયો હતો.

    ગઈકાલે હિરો મોટોકૉર્પ, એચપીસીએલ અને સુઝલોન એનર્જીમાં જોરદાર એક્શન જોવાને મળી હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) ગુરુવારે 7 ટકાના વધારા સાથે 326.70 રૂપિયાની 10 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી હતી. સુઝલોન એનર્જી પણ 5 ટકા વધીને 39.20 રૂપિયા પર બંધ રહ્યો હતો. એ જ રીતે, તાજેતરના ઉછાળામાં, હીરો મોટોકોર્પ ફેબ્રુઆરી 2021 (3,629 રૂપિયા) ની તેની ઊંચી સપાટીની નજીક પહોંચી ગયો છે. આ શેર ગઈ કાલે 4.5 ટકા વધીને 3,568 રૂપિયા પર પહોંચ્યો હતો.


    Lupin ના શેરોમાં આવી તેજી, US FDA થી ટેંટેટિવ અપ્રૂવલ મળવાથી આવ્યો ઉછાળો

    આવો જોઈએ હવે આ શેરો પર શું છે વેવ્સ સ્ટ્રેટેજી એડવાઈઝર્સના આશિષ ક્યાલની ટ્રેડિંગ રણનીતિ

    Hero MotoCorp

    હીરો મોટોકૉર્પે વીકલી ટાઈમ ફ્રેમ પર એક મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે. સ્ટૉક ટ્રાયએંગલ પેટર્નની ઊપરી ટ્રેંડલાઈનથી ઊપર ચાલી ગયા છે. માર્ચ 2020 માં નિચલા સ્તર બનવાની બાદથી નિફ્ટી ઑટો ઈંડેક્સ તેજીમાં છે અને ત્યારથી અમે તેમાં કોઈ ઉલટફેર નથી દેખાય રહ્યુ. હીરો મોટોકોર્પને કારણે સમગ્ર ઓટો ઈન્ડેક્સ વધી શકે છે. આગળ જતાં, આ સ્ટોક 4,000 રૂપિયા અને સંભવતઃ ઊંચા લક્ષ્ય તરફ જતો જોવા મળી શકે છે. જ્યાં સુધી સ્ટોક 3,200 રૂપિયાથી ઉપર રહે ત્યાં સુધી કોઈપણ ઘટાડાનો ઉપયોગ ખરીદીની તક તરીકે થઈ શકે છે.

    HPCL

    એચપીસીએલમાં તેજીનો ટ્રેંડ યથાવત છે. છેલ્લા કારોબારી સત્રમાં સ્ટૉકે ડેલી ચાર્ટ પર બુલિશ કેંડલિસ્ટિક બનાવી હતી. આ સ્ટૉકે હાલમાં 310 રૂપિયાના સ્તર પર રાઉંડિંગ બૉટમનું બ્રેકઆઉટ આપ્યુ છે અને હવે આ તે બ્રેકઆઉટ સ્તર પર ફરી આવી ગયા. એવામાં આ સ્ટૉકમાં અહીંથી વધારે તેજી આવવાની ઉમ્મીદ દેખાય રહી છે. આ શેરનું વલણ પૉઝિટિવ છે. જ્યાં સુધી સ્ટૉક માટે 310 રુપિયા પર સપોર્ટ યથાવત છે ત્યાં સુધી તેમાં 345-350 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવામાં આવી શકે છે.

    Suzlon Energy

    સુઝલોને મે 2023 ની બાદથી તેજી જોવાને મળી રહી છે. સ્ટૉક 8.50 રૂપિયાથી વધીને 44 રૂપિયાના હાઈ પર આવી ગયા છે. જેનાથી મલ્ટિબેગર રિટર્ન મળ્યું છે.

    હાલમાં, મોમેન્ટમ ઈન્ડિકેટર આરએસઆઈ હજુ પણ કોઈ મંદી નથી દેખાય રહી કારણ કે તેમાં કોઈ નેગેટિવ ડાયવર્જન્સ નથી. તાજેતરમાં સ્ટોકમાં મધ્યમ બોલિંગર બેન્ડ્સ તરફ ઘટાડો જોવા મળ્યો છે જે ઉપરની ચાલ દરમિયાન ક્લાસિક સપોર્ટ તરીકે કામ કરે છે. અમે જોઈ શકીએ છીએ કે મધ્ય-સરેરાશમાં આવ્યા પછી દર વખતે આ સ્ટોક બેક અપ આવ્યો છે. આ વખતે પણ ગેપ ડાઉન બાદ તેમાં લીલી મીણબત્તી બની હતી પરંતુ ઉપલા સ્તરે ખરીદી જોવા મળી હતી.

    તો કુલ મળીને, સ્ટૉકમાં તેજીનો ટ્રેંડ કાયમ છે. જ્યાં સુધી સ્ટોક 35 રૂપિયાની આસપાસ મિડ બેન્ડની નીચે બંધ નથી થતા ત્યાં સુધી તે બુલિશ રહેશે અને 44 રૂપિયા પર સ્થિત બોલિંજર બેંડ્સના ઉપરીના સ્તરની તરફ જવાનો પ્રયાસ કરશે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Nov 24, 2023 1:11 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.