ઈન્વેસ્ટમેન્ટોર સિક્યોરિટીઝના જય પટેલનું કહેવું છે કે હાલ નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં કોઈ ટ્રેડ કરવા જેવું નથી લાગી રહ્યું. હાલ માર્કેટ આટલું ટાઈટ લાગી રહ્યું છે. બન્ને ઈન્ડેક્સમાં કંસોલિડેટેડ થઈ રહ્યું છે. એટલે કે નિફ્ટીમાં 18500-18600ની વચ્ચે સતત 3-4 દિવસથી ચાલી રહ્યું છે અને ગઈ કાલે જોયું કે થોડી ડીપ આવી 18785ની ત્યારે આજે 18500 ની રેન્જ પર હોલ્ડ કરી શકે છે.
જય પટેલે આગળ કહ્યું છે કે જૂન સિરિઝમાં સારી તેજી જોવા મળી શકે છે. થોડા દિવસો માટે રેન્જ બાઉન્ટ રહેતી જોવા મળી શકે છે. જૂન સિરિઝમાં આગળ જતા સારી તેજી જોવા મળી શકે છે. પીએફસીમાં તેજીનો મહોલ જોવા મળી રહ્યો છે.
જય પટેલના માતે ડેલી ચાર્ટ પર પણ પોઝિટીવીટી જોવા મળી રહી છે. ડેલી ચાર્ટ પર 6-7 ટકાનું રિટર્ન કમાવી શકાય છે. પબ્લિક સેક્ટરની બેન્કમાં રિટર્ન સારૂ આવી રહ્યું છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખી શકો છો.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાનીનું કહેવું છે કે માર્કેટ છેલ્લા બે દિવસથી અપ સાઈટની તરફ બનતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 18400-18500ની રેન્જમાં ચાલી રહી છે. નિફ્ટીની ઈન્ટ્ર ડે રેન્જ 18440ની બની રહી છે. આ રેન્જમાં બ્રેકઆઉટ આવે છે ત્યારે બાદ એક પોઝિશન લેવું કમ્ફર્ટેબલ ઝોનમાં રહેશે.
અમિત ભુપતાનીએ આગળ કહ્યું છે કે હાલ નિફ્ટીમાં 18540ની રેન્જથી બબાર નીકળે છે. ત્યારે નવી રેન્જમાં પોઝિશન લેવાની રહેશે. જો નિફ્ટી ફ્યૂચરમાં સ્ટેબિલીટી આવે છે તો માર્કેટમાં પોઝિટીવ સેન્ટિમેન્ટ બની શકે છે. માર્કેટ એક રેન્જ બાઉન્ટ ઝોનમાં રહ્યું છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.