Infosysના પરિણામોથી વધી શકે છે મુશ્કેલી, Religare Retail Researchએ ભર્યું મોટું પગલું - Troubled by Infosys results, Religare Retail Research takes big step | Moneycontrol Gujarati
Get App

Infosysના પરિણામોથી વધી શકે છે મુશ્કેલી, Religare Retail Researchએ ભર્યું મોટું પગલું

નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યૂમાં વર્ષના આધાર પર 8.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે પણ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. આવી સ્થિતિમાં Religare Retail Researchએ આ સ્ટૉકમાં Buy રેટિંગ બનાવી રાખતા તેના ટારગેટ પ્રાઈઝને ઘટાડી દીધો છે.

અપડેટેડ 12:48:28 PM Apr 14, 2023 પર
Story continues below Advertisement

Infosys Share Price: ઘરેલૂ બ્રોકરેજ હાઉસ Religare Retail Research પરિણામ બાદ ઇન્ફોસિસને લઇને બુલિશ દેખાઈ રહ્યું છે. આ સ્ટૉક પર 14 એપ્રિલ 2023એ રજૂ તેના રિપોર્ટમાં રેલિગેર રિટેલ રિસર્ચે કહ્યું છે કે રૂપિયા અને ડૉલરમાં થવા વાળી ઇન્ફોસિસની કમાણીમાં ક્વાર્ટના આધાર પર 2.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો ક્વાર્ટરના આધાર પર અમેરા 1.8 ટકા અને 0.5 ટકા ગ્રોથના અનુમાનથી ઘણી ઓછી રહી છે.

બ્રોકરેજ હાઉસે કહ્યું કે અમુક પ્રોજેક્ટને રદ્દ થવાને કારણે કંપનીએ રેવેન્યૂમાં ઘટાડો જોવા મળ્યો છે. તેના સિવાય કોઈ ડીલર્સના વિસ્તારમાં મોડું અને અમેરિકામાં ખરાબ વાતાવરણને કારણે કંપનીના પ્રદર્શન પર નિગેટિવ અસર પડી છે.

Constant Currencyના આધાર પર જોઈએ તો ક્વાર્ટરના આધાર પર કંપનીના રેવેન્યૂમાં 3.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યૂમાં વર્ષના આધાર પર 8.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે પણ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. આવી સ્થિતિમાં Religare Retail Researchએ આ સ્ટૉકમાં Buy રેટિંગ બનાવી રાખતા તેના ટારગેટ પ્રાઈઝને ઘટાડી દીધો છે. આ સ્ટૉક પર બ્રોકરેજ હાઉસે 1855 રૂપિયાનો લક્ષ્ય આપ્યો છે.


શેરનું પ્રદર્શન

13 એપ્રિલે ઇન્ફોસિસના શેર એનએસઈ પર 39.10 રૂપિયા એટલે કે 2.74 ટકાના ઘટાડાની સાથે 1389.20 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. 1 સપ્તાહમાં સ્ટૉક 2.30 ટકા તૂટ્યો છે જ્યારે 3 મહિનામાં તે 7.61 ટકા તૂટ્યો છે. જ્યારે આ વર્ષ અત્યાર સુધી આ સ્ટૉકે 7.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે 1 વર્ષમાં સ્ટૉકે 20.55 ટકાનો ઘટાડો દર્જ કર્યો છે.

કેવા રહ્યા કંપનીના પરિણામ

કંપનીનો કંસૉલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષ-દર-વર્ષના આધાર પર 7.8 ટકાથી વધીને 6182 કરોડ રૂપિયા રહ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંસૉલિડેટેડ પ્રોફિટ ડિસેમ્બર 2022 ક્વાર્ટરથી ઓછા રહ્યા છે. ઇન્ફોસિસના ઑપરેટિંગ પ્રોફિટ માર્જિનમાં ક્વાર્ટના આધાર પર 0ય5 ટકાનો ઘટાડો દર્જ કર્યો છે અને તે 21 ટકા રહ્યો છે. પરિણામની જાહેરાતની સાથે ઇન્ફોસિસના બોર્ડના નાણાકીય વર્ષ 2023ના 17.50 રૂપિયા પ્રતિ શેરના અંતિમ ડિવિડેન્ડની જાહેરાત કરી છે. ડિવિડેન્ડના 2 જૂન 2023એ રિકૉર્ડ ડેટ નક્કી કર્યા અને 3 જુલાઈ 2023 સુધી ડિવિડેન્ડની રકમ યોગ્ય શેરધારકોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાશે.

ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 14, 2023 12:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.