અઠાવલે એ કહ્યુ, "બેન્ક નિફ્ટી માટે, 43,800 પર 20-ડે એસએમએ એક મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર છે. તેની ઊપર ટ્રેડ કરવાથી તે પરત 44,400 ના સ્તરે પહોંચી શકે છે.
ભારતીય ઈક્વિટી બેંચમાર્ક 2 જુનના સમાપ્ત સપ્તાહમાં લગભગ અપરિવર્તિત રહ્યા. બ્રૉડર ઈન્ડેક્સિસમાં ખરીદારી, રિયલ્ટી શેરોના સારા પ્રદર્શન અને સારા મેક્રો અને ઑટો વેચાણ ડેટાના પાંચ મહીનાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યાની બાદ પણ બજારમાં કોઈ બદલાવ જોવાને નથી મળ્યો. સપ્તાહના દરમ્યાન સેન્સેક્સ 45.42 અંક વધીને 62,547.11 બંધ થયા. નિફ્ટી 34.75 અંક વધીને 18,534.1 પર બંધ થયા. જો કે બ્રૉડર માર્કેટે સારૂ પ્રદર્શન કર્યુ. સપ્તાહ માટે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ લગભગ 2 ટકા વધ્યુ. જ્યારે સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.4 ટકા વધ્યુ. લાર્જકેપ ઇન્ડેક્સ સપાટ બંધ થયા.
છેલ્લા કારોબારી સપ્તાહના દરમ્યાન બીએસઈ રિયલ્ટી, હેલ્થકેર અને ઑટો ઈન્ડેક્સમાં લગભગ 1.5-3 ટકાનો ગ્રોથ થયો. બીએસઈના ઑયલ એન્ડ ગેસ એનર્જી ઈન્ડેક્સ આશરે 3 ટકા તૂટ્યા.
મે ના વેચાણના આંકડાથી ઑટો ઈન્ડેકસને બૂસ્ટ મળ્યુ. બજાજ ઑટોએ મે મહીનામાં 3,55,148 ગાડીઓનું વેચાણ કરવાના લીધેથી તેના સ્ટૉકમાં 29 ટકાનો ઉછાળો આવ્યો. એક્સકૉર્ટ્સ કુબોટાએ 9,167 ટ્રેક્ટરોના વેચાણ કરીને મે ના ઉચ્ચતમ આંકડા દર્જ કર્યા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં 14 ટકાનો વધારો થયો.
નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સમાં આશરે 4 ટકા, મીડિયામાં 3 ટકા અને હેલ્થકેરમાં 2.5 ટકાનો વધારો થયો. એનર્જી ઈન્ડેક્સ લગભગ 2 ટકા નીચે હતુ.
બીએસઈ સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 2.4 ટકાનો વધારો રહ્યો. તેમાં સામેલ Nucleus Software Exports, Force Motors, Centum Electronics, V2 Retail, Nureca, Brightcom Group, The Hi-Tech Gears અને Kopran માં 26-40 ટકાનો વધારો જોવાને મળ્યો.
બીજી તરફ SEPC, Sunflag Iron and Steel Company, SVP Global Textiles, Sintex Plastics Technology, Campus Activewear, Technocraft Industries (India), Greaves Cotton, Precision Wires India, City Union Bank, Zuari Agro Chemicals, United Drilling Tools, Navkar Corporation and Xelpmoc Design અને Tech ના શેરોમાં 10-18 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
બજાર દાયરામાં કરશે કારોબાર (Range-bound activity)
Kotak Securities ના અમોલ અઠાવલેએ કહ્યુ, "ટેક્નીકી રૂપથી ઈન્ડેક્સ (નિફ્ટી) એ મજબૂત ઓપનિંગની બાદ લગાતાર પ્રૉફિટ બુકિંગનો સામનો કર્યો. તેના વીકલી ચાર્ટમાં એક સ્મૉલ બેયરિશ કેંડલ બનાવી. જે નેગેટિવ વલણના સંકેત આપે છે."
તેમણે કહ્યુ કે મિડિયમ ટર્મ માર્કેટ સ્ટ્રક્ચર પૉઝિટિવ બનેલા છે. પંરતુ વર્તમાન એક્ટિવિટી દાયરામાં જોવા મળે છે. બુલ્સ માટે તત્કાલ બ્રેકઆઉટ સ્તર 18,600 છે. જેની ઊપર ઈન્ડેક્સ 18,700-18,750 ની તરફ રેલી કરી શકે છે.
જ્યારે નીચે ઘટવા પર નિફ્ટીમાં 18,500 પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. તે લેવલ તૂટવા પર નિફ્ટી 18,375 ના 20-ડે સિંપલ મૂવિંગ એવરેજ (એસએમએ) ની તરફ લપસી શકે છે. તેમણે કહ્યુ કે તેની આગળનો ઘટાડો બજારને 18,300 સુધી લઈ જઈ શકે છે.
અઠાવલે એ કહ્યુ, "બેન્ક નિફ્ટી માટે, 43,800 પર 20-ડે એસએમએ એક મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર છે. તેની ઊપર ટ્રેડ કરવાથી તે પરત 44,400 ના સ્તરે પહોંચી શકે છે. જ્યારે સપોર્ટ સ્તરની નીચે જવાથી 43,500-43,300 ની તરફ વેચવાલીનું દબાણ વધી શકે છે."
છેલ્લા સપ્તાહના દરમ્યાન ઈક્વિટીમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 6,519.73 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1,043.1 કરોડ રૂપિયાની ઈક્વિટી વેચી.
કેવી રહેશે નિફ્ટી 50 ની ચાલ
LKP Securities ના રૂપક ડે ની સલાહ
LKP Securities ના રૂપક ડે એ કહ્યુ કે રિલેટિવ સ્ટ્રેંથ ઈંડેક્સ (RSI) એ એક મંદીના ક્રૉસઓવર દેખાડ્યા છે. જે કિંમતોમાં સંભાવિત ઘટાડાના સંકેત આપે છે. બજારના ઓવરઑલ સેંટીમેંટ સાઈડવેઝ રહેવાની ઉમ્મીદ છે. તેનાથી નજીકના સમયમાં સ્પષ્ટ દિશાના ઘટડાના સંકેત મળે છે.
નિફ્ટીના 18450-18,500 પર સપોર્ટ મળવાની સંભાવના છે. જ્યારે તેમાં રેજિસ્ટેંસ 18,650 અને 18,800 ના લેવલ પર રહેવાનું અનુમાન છે.
Sharekhan by BNP Paribas જતિન ગેડિયાની સલાહ
જતિન ગેડિયાએ કહ્યુ કે છેલ્લા કારોબારી સપ્તાહના દરમ્યાન નિફ્ટી કંસોલિડેટ થયો પરંતુ આવનારા સપ્તાહમાં ફરીથી ઊપરની તરફ વધવાની સંભાવના છે. શૉર્ટ ટર્મના નજરિયાથી અમે 18,800 ના લક્ષ્ય માટે ઈન્ડેક્સ પર પોતાનો પૉઝિટિવ નજરિયો બનાવેલો છે.
નિફ્ટીમાં 18,460-18,420 ના સ્તર મહત્વના સપોર્ટ ઝોનના રૂપમાં કામ કરશે. જ્યારે નિફ્ટીમાં 18,600-18,660 પર રેજિસ્ટેંસ જોવામાં આવી રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.