નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) 9 ઑક્ટોબરથી તેની કોમોડિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં NYMEX WTI ક્રૂડ ઑઇલ અને નેચરલ ગેસ ફ્યુચર્સ કૉન્ટ્રાક્ટને લઈને ઑપ્શન્સ લૉન્ચ કરશે. NSEએ તેના સર્કૃલરમાં કહ્યું છે કે એક્સચેન્જને અંડરલાઈન્ગ WTI ક્રૂડ ઑઇલ અને નેચુરલ ગેસ ફ્યુચર્સ પર ઑપ્શન્સ કૉન્ટ્રેક્ટ શરૂ કરવા માટે SEBI (Securities and Exchange Board of india)થી મંજૂરી મળી ગઈ છે. કૉન્ટ્રેક્ટ 9 ઑક્ટોબરથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. તેના પહેલા 26 સપ્ટેમ્બરે એક્સચેન્જે આ લૉન્ચિંગની તારીખ 16 ઑક્ટોબરે જાહેરાત કરી હતી પરંતુ હવે તેને પ્રીપોન કરવા 9 ઑક્ટોબરે કરવામાં આવ્યો છે.
NSEએ તના પહેલા મે મહિનામાં તેના કોમોડિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં રૂપિયા-મૂલ્યવર્ગ વાળા NYMEX WTI ક્રૂડ ઑઇલ અને નેચરલ ગેસ ફ્યુચર્સ કૉન્ટ્રાક્ટ રજૂ કર્યા હતા. NSE પર WTI ક્રૂડ ઑઈલ અને નેચરલ ગેસ ફ્યુચર્સ કૉન્ટ્રાક્ટમાં બજારના સહભાગીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે. લૉન્ચ બાદથી વિભિન્ન સેક્ટરમાં 100માં વધું ટ્રેડિંગ મેંબર્સે આ કૉન્ટ્રક્ટમાં લેનદેન કર્યું છે.
WTI, ન્યૂયૉર્ક મર્કેન્ટાઈલ એક્સચેન્જ (NYMEX)ના ઑઈલ ફ્યૂચર્સ કૉન્ટ્રેક્ટ્સના અંડરલાઈ કમોડિટી છે. તેની સિવાય, કાચ્ચા તેલના ડેરિવેટિવ, કોમોડિટી ડેરિવેટિવ સેક્ટરમાં સોથી વધું ટ્રેડ થવા વાળુ પ્રોડક્ટ છે. ફ્યૂચર્સ કૉન્ટ્રેક્ટ પર વિકલ્પ જોડવાથી ઓવરઑલ કૉન્ટ્રેક્ટ પર વિકલ્પ જોડવાથી ઓવરઑલ કોમોડિટી સેગમેન્ટમાં NSEના પ્રોડક્ટ ઑફરિંગને વધું વધારો મળશે. NSEએ કહ્યું હતું કે કૉન્ટ્રેક્ટ બજાર સહયોગ પોતાના કોમોડિટી રિસ્કને મેનેજ કરવાથી વધું કુશલ રીતે પ્રદાન કરવા માટે તૈયાર કરવામા આવ્યું છે.
NSEએ ઑગસ્ટમાં જોડાયા 8 લાખથી વધું એક્ટિવ યૂઝર્સ
NSEએ ઑગસ્ટ 2023માં 8 લાખથી વધું એક્ટિવ યૂઝર્સ જોડાયા હતા. તેના પ્લેટકૉર્મ પર યૂઝર્સની કુલ સંખ્યા 3.27 કરોડ થઈ ગઈ છે. એક્સચેન્જની તરફથી ઉપલબ્ધ કરાવ્યા આંકડાના અનુસાર, ઑગસ્ટમાં એક્ટિવ યૂઝર્સની સંખ્યા 3.27 કરોડ હતી, જો કે જુલાઈના 3.19 કરોડ યૂઝર્સના આંકડાથી 2.5 ટકા વધુ છે. આ રીતે 8.02 લાખ યૂઝર્સ વધ્યા છે. NSEના કુલ એક્ટિવ યૂઝર્સમાં ટૉપ 5 ડિસ્કાઉન્ટ બ્રોકરોનો હિસ્સો 60.8 ટકા છે.