બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

આ બજેટ ની નાણાકીય અસર

ના રોજ પ્રકાશિત Mon, 09, 2015 પર 10:32  |  સ્ત્રોત : Moneycontrol.com

૨૦૧૫-૧૬ નું બજેટ ૨૮ ફેબ્રુઆરી ના રોજ  આપણા  નાણાપ્રધાન શ્રીમાન અરૂણ જેટલી દ્વારા રજુ કરવામાં આવ્યું છે. આજે અહિ  સામાન્ય વ્યક્તિ  ના નાણાકીય જીવન ને અસર કરનારા ફેરફારો વિષે આપણે  જોઈશું.


•    સર્વિસ ટેક્ષ ૧૨.૩૬% દર થી વધીને ૧૪% કરવામા આવ્યો છે.  જેથી ભણતર, દવાઓ, હોસ્પિટલ સારવાર થી લઈને હોટલ મા ખાવાનુ વગેરે મોંઘા થશે.


•    હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રિમિયમ મા સેક્શન ૮૦ D મુજબ પહેલા ૧૫,૦૦૦ પર ટેક્સ બાદ મળતો હતો તે વઘારી ને ૨૫,૦૦૦ કર્યો છે.  મેડિકલ સારવાર માટે ના વધતા ખર્ચા ને જોતા સરકાર ના આ પગલા થી લોકો વધારે રકમ નો ઈન્શ્યોરન્સ લઇને જોખમ કવર કરી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે તે મર્યાદા વઘારી ને ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ કરી છે.  ૮૦ વર્ષ થી વધારે વય ઘરાવતા વરિષ્ઠ નાગરિકો જેની પાસે હેલ્થ ઈન્શ્યોરન્સ કવર નથી તેના મેડિકલ ખર્ચ મા ૩૦,૦૦૦ સુધી બાદ મળી શકશે.


•    વેલ્થ ટેક્ષ નાબુદ કરી ને સરકારે ૧ કરોડ અને તેથી વધારે ઇન્કમ ઘરાવતા વર્ગ માટે, એચ યુ એફ, ટ્રસ્ટ, ફર્મ, કો ઓપરેટીવ સોસાયટી એ ૨% સરચાર્જ ભરવો પડશે.


•    કંપની માં કામ કરતા લોકો ને EPF ની સાથે સાથે NPS  નો પણ વિકલ્પ મળી રહેશે દરેક વ્યક્તિ એ પોતાની વય, જોબ અને રિસ્ક પ્રોફાઈલ પ્રમાણે NPS માં મળતા ઓપ્શન ઇક્વિટી માં રોકાણ કરવાથી લાંબા ગાળે વેલ્થ વધી શકે છે.


•    ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધી ને 800 થી 1600 રૂપિયા થયું છે.


•    સેક્શન 80 ccd  પ્રમાણે NPS માં રોકાણ કરવા માં 50.000/- નો ટેક્ષ ફ્રી વધારો કર્યો છે.


•    રેલ્વે અને રસ્તાઓના વિકાસ માટે ટેક્ષ ફ્રી ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ માં ઇન્વેસ્ટ કરવાથી લાંબા ગાળે સારા રીટર્ન મળી શકે. બોન્ડ લાંબા ગાળા માટે હશે.


•    હવેથી 1 લાખ થી વધારે કેશ પેમેન્ટ માટે PAN કાર્ડ જરૂરી છે.

•    સેક્શન 80 G  મુજબ `સ્વરછ ભારત અભિયાન ` અને  `ગંગા સફાઈ અભિયાન` માં કરેલું ડોનેશન 100% કર મુક્ત રહેશે.


•    સુકન્યા સમૃદ્ધિ સ્કીમ માં કરેલું રોકાણ કર મુક્ત રહેશે.


•    ટેક્ષ ન ભરવાથી, અધુરો ભરવાથી કે ખોટો ભરવાથી 10 વર્ષ સુધી ની સજા થઈ શકે છે , ઇન્કમ ને છુપાવવાથી પણ જેલ ની સજા થઈ શકે છે.


•    મ્યુચલ ફંડ ના બ્રોકર ને પણ સર્વિસ ટેક્ષ લાગુ પડશે, મ્યુચલ ફંડ માં ડેટ ફંડ માં ઇન્વેસ્ટ કર્યું હોય અને ડિવીડંડ ઓપ્શન પસંદ કર્યો હોય તો DDT (dividend distribution tax) 28.325% થી વધી ને 28.84% થવાથી ઓછુ ડિવીડંડ મળી શકે છે.


•    સરકારે ગોલ્ડ બોન્ડ નું પણ પ્રપોસલ કરેલ છે, જેનાથી તમે તમારી પાસે રહેલા ગોલ્ડ ને લીવરેજ કરીને વધારાની આવક મેળવી શકશો, લોન કે વ્યાજ ની આવક મેળવી શકશો.


•    નવું ફાઈનાન્સિયલ વર્ષ હવે એપ્રિલ થી શરૂ થશે, તો ચાલો આપણે અગાઉ થી જ જાગી જઈને સારી રીતે પ્લાન કરીએ,


•    છેલ્લે ઉતાવળ માં ટેક્ષ પ્લાનિંગ ના કરતા વર્ષ ની શરૂઆત થી જ ધ્યાન આપીશું તો સારું રેહશે જેમકે ટેક્ષફ્રી  FD કરવાથી પણ ટેક્ષ બચે છે પરંતુ તેના પર મળતા વ્યાજ પર તો ટેક્ષ લાગે છે જયારે ELSS  માં ઇન્વેસ્ટ કરો તો વળતર પર પણ ટેક્ષ લાગતો નથી. આ બધી જ બાબત નું ધ્યાન રાખો. ELSS માં ઇન્વેસ્ટ કરવા KYC હોવું જોઈએ કે term plan કરવા માટે પણ ઘણા documents જોઈએ છેલ્લી ઘડીયે આ બધું કરવું થોડું મુશ્કેલ છે. આ વર્ષે આપણે ટેક્ષ ફ્રી ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ અને પેન્શન સ્કીમ માં ઇન્વેસ્ટ કરવા માટે પણ અલગ થી પૈસા રાખીશું.


•    આમ જોવા જઈએ તો આ બજેટ નો ફાયદો લાંબા ગાળે મળી શકે તેમ છે.


આ આર્ટીકલ ના લેખિકા કુંજલ શાહ www.gettingyourich.com ના director છે અને તેમનો નો સંપર્ક kunjal@gettingyourich.com પર થઈ  શકે છે.