Amul hikes milk prices : અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, જે અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધનું વેચાણ કરે છે, તેણે શુક્રવારે, 3 ફેબ્રુઆરીએ તેના દૂધના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર સાથે હવે અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ ઉપરાંત અમૂલ તાઝામાં પ્રતિ લિટર રૂ. 54, અમૂલ ગાયના દૂધમાં રૂ. 56 પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધમાં રૂ. 70 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.
GCMMF આ રાજ્યોમાં દૂધનું વેચાણ કરે છે
GCMMF મુખ્યત્વે ગુજરાત, દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં દૂધનું વેચાણ કરે છે. કોઓપરેટિવ દરરોજ 150 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે, જેમાંથી લગભગ 40 લાખ લિટર દિલ્હી-એનસીઆરમાં વેચાય છે.
ગયા વર્ષે ભાવમાં કેટલો વધારો થયો હતો
અમૂલે ગયા વર્ષે ઓક્ટોબરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો હતો. અમૂલે કહ્યું હતું કે, “દૂધના ઉત્પાદન અને સંચાલનના ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.