કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન, સિઝનની શરૂઆતમાં કેરીના 190 બોક્સની આવક - arrival of saffron mangoes at gondal market yard revenue of 190 boxes of mangoes at the beginning of the season | Moneycontrol Gujarati
Get App

કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન, સિઝનની શરૂઆતમાં કેરીના 190 બોક્સની આવક

ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે.

અપડેટેડ 11:52:15 AM Mar 10, 2023 પર
Story continues below Advertisement

કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે. ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે. આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા 1700થી લઈને 2100 સુધીના ભાવ બોલાયા છે.

રાજકોટના ગોંડલ ફ્રૂટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં ફળોના સ્વાદ પ્રેમીઓ જેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતભરમાં પ્રથમ દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું સૌથી વધુ ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું. આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન 18થી 20 દિવસ વહેલું થયું.

બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે. ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 190 બોક્સની આવક થઈ છે. પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા 2100 બોલાતા ખેડૂતો પણ રાજી થયા છે.

તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક અને કેવા ભાવ રહેશે એના પર કેરી રસિયાઓની નજર મંડાયેલી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 09, 2023 7:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.