બજાર » સમાચાર » સમાચાર

Budget 2021: ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારની સંભાવના નથી, કલમ 80Cમાં વધી શકે છે છૂટની મર્યાદા

ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 18:10  |  સ્ત્રોત : Moneycontrol.com

દર વર્ષે યુનિયન બજેટ (Budget 2021) સામાન્ય લોકો માટે ઘણી આશા લાવે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ ઇનકમ ટેક્સના દરમાં રાહતની આશા રાખે છે, તો દેશના ગરીબ અને વંચિત વર્ગ તેમના ઉત્થાન માટે સરકાર તરફ નજર રાખે છે. જો કે, આ વખતે આગામી બજેટમાં મીડિયા ક્લાસના લોકોને ઝટકો લાગી શકે છે, કારણ કે વ્યક્તિગત ઇનકમ ટેક્સ સ્લેબ (Personal Income Tax Slabs)માં ફેરફાર થવાની સંભાવના નથી. CNBC-TV18ના અનુસાર 2021-22 ના નાણાકીય વર્ષ માટે બજેટમાં વ્યક્તિગત ઇનકમ ટેક્સના સ્લેબમાં સંશોધનની કોઇ સંભાવના નથી.


સમાચાર ચેનલે અહેવાલ આપ્યો છે કે નાણાં મંત્રાલય (Ministry Of Finance) અન્ય પગલાં દ્વારા ઇનકમ ટેક્સમાં રાહત આપવાનું વિચારી રહ્યું છે. નાણાં મંત્રાલય કલમ 80C હેઠળ મુક્તિ મર્યાદા વધારવાની વિન્તી પર વિચાર કરી રહ્યું છે. હાલમાં, સેક્શન 80C (Section 80C) હેઠળ 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ મળે છે. સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં કલમ ​​80C હેઠળની છૂટ 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી શકે છે.


આ પરિવર્તન વધારે રોકાણને પ્રોત્સાહન આપશે અને દેશના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપશે. આગામી બજેટમાં, હોમ લોનની વ્યાજ અને મુખ્ય રકમ બન્નેની ચુકવણી પર કપાતની મર્યાદામાં વધારો કરી શકાય છે. વર્તમાન ટેક્સ સ્લેબ 2.5 થી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા, 5 થી 10 લાખ રૂપિયામાં 20 ટકા અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા છે. નવા ટેક્સ વ્યવસ્થા માટે પસંદગી કરનારા વ્યક્તિઓ માટે દરો થોડો બદલાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ (Finance Ministry Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2021એ બજેટ રજૂ કરશે.