બજાર » સમાચાર » સમાચાર

દાળની મિલનો બિઝનેસ શરૂ કરવો ફાયદામાં, જાણો કેવી રીતે કરવી શરૂઆત

ના રોજ પ્રકાશિત Sat, 23, 2020 પર 15:38  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના વાયરસ સંક્રમણના દરમ્યાન જો કોઈ ક્ષેત્ર સુરક્ષિત છે તો તે ફક્ત કૃષિ અને તનાથી જોડાયેલ સેક્ટર છે. આ વાત પોતે આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ. એવામાં સવાલ એ થાય છે કે જેની પાસે ખેતી-ખેડૂતો માટે જમીન નથી તે શું કરે. તે કૃષિ સેક્ટરથી જોડાયેલા કેટલાક નાના બિઝનેસ શરૂ કરી સકે છે. એવો જ એક કારોબાર છે દાળ મિલનો જેના માટે અમે આજે તમને બતાવી રહ્યા છે.

દાળ મિલ શરૂ કરવા માટે શું જોઈએ?

દાળ મિલના બિઝનેસ શરૂ કરવા માટે ઓછામાં ઓછા 25 થી 30 વર્ગફિટની જગ્યા જોઈએ. જો જગ્યા તમારી પોતાની છે તો તમે 3HP મશીનથી શરૂઆત કરી સકો છો. તેના માટે 4 લાખ રૂપિયાનું રોકાણ કરવુ પડશે. જો તમે 8HP નુ મશીન ઉપયોગ કરો છો તો તમારે 8 લાખ રૂપિયાનું રોકાણ કરવુ પડશે.

દાળ મિલ શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કરાવીને લાઈસેંસ લેવુ પડશે. તમે MSMES થી લાઈસેંસ લઈ સકો છો. જો તમે તમારા પ્રોડક્ટની બ્રાંડિંગ પોતે કરવા ઈચ્છે છે તો તેના માટે તમારે ખાદ્ય મંત્રાલય પાસેથી પરવાનગી લેવી પડશે. જો તમારી પાસે PAN અને કરંટ અકાઉન્ટ છે ત્યારે જ તમને તેની સુવિધા મળશે.

કેટલો છે ફાયદો?

જો તમે 3HP ની મશીન લગાવો છો તો દર કલાકે 100 કિલો દાળ બનાવી સકો છો. 1 કિલો દાળ પર સામાન્ય રીતે 2 રૂપિયાનો ફાયદો થાય છે. માની લયો કે તમારૂ મશીન 8 કલાક ચાલે છે તો તમારે દર દિવસે 1600 રૂપિયા કમાઈ સકો છો.