બજાર » સમાચાર » સમાચાર

Car Loan: કાર ખરીદવાની બનાવી રહ્યા છો યોજના, આ 10 બેન્ક ઑફર કરી રહી સૌથી સસ્તી કાર લોન

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 16:52  |  સ્ત્રોત : Moneycontrol.com

જો તમે લોન પર કાર (Car) ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તો આ સમાચાર તમારા કામના છે. દરેક વ્યક્તિની ઇચ્છા છે કે તેમને ઓછામાં ઓછા વ્યાજ દરો પર કાર લોન (car loan) મળે. જો કે, કાર લોન પર લાગવા વાળો વ્યાજ ઘણી વસ્તુઓ પર આધારિત છે. બેન્ક (Banks) કાર લોન આપતા પહેલા પગાર, તેમનો વ્યવસાય, કરેન્ટ EMI અને ક્રેડિટ સ્કોર જેવી ઘણી વસ્તુઓ આપે છે. આ બાબતો પર જ કારનો વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સારા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને ઓછું વ્યાજ દર પર કાર લોન મળે છે. ઘણી બેન્ક છે જે ખૂબ સસ્તા વ્યાજ દર પર ગ્રાહકોને કાર લોન આપી રહી છે.


કાર લોન મેળવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 75 વર્ષની હોવી જોઇએ. આ સાથે જ તમારી માસિક આવક ઓછામાં ઓછી 20,000 રૂપિયા હોવી જોઈએ. તમારે ઓછામાં ઓછા એક વર્ષ માટે રોજગાર રહેવું અથવા સેલ્ફ-એમ્પ્લૉઇડ રહોવું જરૂરી છે. કાર લોન મેળવવા માટે તમારી પાસે ઓળખ પત્રના રૂપમાં PAN, પાસપોર્ટ, આધાર, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે. આ સાથે જ નિવાસ પ્રમાણ પત્રના રૂપમાં પાસપોર્ટ અને આધાર સાથે રેશન કાર્ડ અને યૂટિલિટી બિલ જેવા કે પાણીનું બિલ, વીજળી બિલ વગેરે આપવાનું રહેશે. આ સાથે ઇનકમ પ્રૂફના રૂપમાં 3 મહિનાની પગાર સ્લિપ, Form 16 અને ITRની સાથે છેલ્લા 6 મહિનાના બેન્ક સ્ટેટમેન્ટ આપવાનું રહેશે.


આ બેન્ક આપી રહી છે સસ્તી કાર લોન


દેશમાં સરકારી બેન્ક તેમના ગ્રાહકોને સૌથી સસ્તી કાર લોનની ઑફર કરી રહી છે. પંજાબ અને સિંધ બેન્ક સાથે સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયાના ગ્રાહકોને સૌથી સસ્તી લોન આપી રહી છે. 10 લાખ કાર લોન આ ટૉપ 10 બેન્કો 7.1 ટકાથી 7.55 ટકા સુધીનું વ્યાજ દર આપી રહી છે. તમે 10 લાખ રૂપિયાનો કાર લોન 7 વર્ષના ગાળા માટે લઈ શકો છો. પંજાબ અને સિંધ બેન્ક (Punjab & Sind Bank) 7.1 ટકાના દરથી કાર લોન ઑફર કરી રહી છે. ત્યારે સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા (central Bank of india) પાસેથી કાર લોન લેવા પર વાર્ષિક 7.25 ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે.


કેનરા બેન્ક (canara Bank) માંથી 7.3 ટકા, પંજાબ નેશનલ બેન્ક (punjab National Bank)માંથી 7.30 ટકા અને બેન્ક ઑફ બરોડા (Bank of baroda)થી 7.35 ટકા કાર લોન ઉપલબ્ધ છે. ત્યારે યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા (union Bank of india) 7.4 ટકા, બેન્ક ઑફ ઇન્ડિયા (Bank of India) 7.45 ટકા, બેન્ક ઑફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra) 7.5 ટકા, IDBI Bank ગ્રાહકોને 7.5 ટકા વ્યાજ રેટ પર કાર લોન આપી રહી છે. આ સિવાય ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (India Overseas Bank) 7.55 ટકાના દર પર કાર લોન આપી રહી છે.