બજાર » સમાચાર » સમાચાર

ગુજરાત પર સંકટ, અતિભારે વરસાદની આગાહી

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 13:14  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં વાવાઝોડાનું સંકટ વધુ ઘેરુ બન્યું છે. હવામાન વિભાગે 4 અને 5 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

કોરોના કહેર વચ્ચે ગુજરાત પર વવાઝોડાનું0 સંકટ વધુ ઘેરૂ બન્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. ખાનગી વેબસાઇટે પહેલા જ દાવો કર્યો હતો કે રાજ્યમાં વાવાઝોડાનું સંકટ તેજ બની રહ્યું છે. હવે હવામાન વિભાગના મતે 1લી જૂન સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ઉત્તર દિશા તરફ આગળ વધશે. તો 2 જૂનના ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે જ્યારે 3 જૂને ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે. જો કે વાવાઝોડાની ગતિ કેટલી તેજ હશે તેના પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. લો પ્રેશર સક્રિય થતા જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે હવામાન નિષ્ણાતે આ પહેલા પણ વાવાઝોડા અંગે માહિતી આપી હતી.

વવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 3 જૂનના પહોંચવાની આગાહી છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે થશે. જેને લઈ હવામાન વિભાગે 4 અને 5 જૂને ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આનંદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળી છે.વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે.અને સામાન્ય વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પાછલા બે દિવસથી છુટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે.

અતિ ભારે વરસાદ પડશે. 1લી જૂને લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. 3 જૂને ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે. સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આનંદ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ અને દીવ.