RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાજેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા બેંકોને આપવામાં આવેલા પ્રોત્સાહનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થશે નહીં. નાણા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ગયા અઠવાડિયે, કેબિનેટે ચાલુ વર્ષમાં RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાજેક્શનને પ્રોત્સાહન આપવા માટે બેંકો માટે રૂ. 2,600 કરોડના પ્રોત્સાહક કાર્યક્રમને મંજૂરી આપી હતી. કેન્દ્ર અથવા રાજ્ય સરકારો અથવા સ્થાનિક સત્તાધિકારી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ, બિઝનેસ એન્ટિટી સિવાય, હાલમાં GSTમાંથી મુક્તિ છે. જો કે, પોસ્ટલ વિભાગની સેવાઓ અને પરિવહન જેવી કેટલીક સેવાઓ આમાં શામેલ નથી.
પ્રોત્સાહન પર GST લાગુ થશે નહીં
મંત્રાલયે કહ્યું છે કે પ્રોત્સાહનનો સીધો સંબંધ સેવાના મૂલ્ય સાથે જોડાયેલ સબસિડી સાથે છે. તે સેન્ટ્રલ GST એક્ટ, 2017 ની જોગવાઈઓ હેઠળ ટ્રાન્ઝેક્શનના કરપાત્ર મૂલ્યનો ભાગ નથી. સરકાર RuPay ડેબિટ કાર્ડ ટ્રાજેક્શન અને ₹2,000 સુધીના મૂલ્યના BHIM-UPI ટ્રાજેક્શનના મૂલ્યની ટકાવારી તરીકે રૂપે ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાજેક્શનના પ્રમોશન માટેની પ્રોત્સાહક યોજના હેઠળ પ્રોત્સાહનો પ્રદાન કરે છે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 મુજબ, બેંકો અને સિસ્ટમ પ્રદાતાઓને ચુકવણી કરવા અથવા પ્રાપ્ત કરવા માટે BHIM અથવા RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતી વ્યક્તિઓ પાસેથી કોઈપણ ફી વસૂલવાની પરવાનગી નથી.
મંત્રાલયે બીજું શું કહ્યું?
મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એરફોર્સ મેસ તેના સૈનિકોને જે રહેવાની સેવાઓ પૂરી પાડે છે તેના પર GST લાગુ થાય છે. તેમાં ઉમેર્યું હતું કે મહેસૂલ વિભાગને તેના સૈનિકોને એરફોર્સ મેસ દ્વારા પૂરી પાડવામાં આવતી રહેવાની સેવાઓ પર GST ચૂકવવાપાત્ર છે કે કેમ તે અંગે સ્પષ્ટતા માંગતી પૂછપરછ પ્રાપ્ત થઈ છે. UPI એ ડિસેમ્બરમાં જ રૂ. 782.9 બિલિયનના ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સાથે રેકોર્ડ બનાવ્યો છે.