બજાર » સમાચાર » સમાચાર

INDvsAUS: ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, ભારતે ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને 2-1 થી જીતી સીરીઝ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 14:32  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતીય ટીમ (Team India) એ બ્રિસબેન (Brisbane) ના ગાબામાં મંગળવારના ચોથો ટેસ્ટ મેચ 3 વેકિટથી જીતીને ઈતિહાસ રચી દીધો. ભારતે ઑસ્ટ્રેલિયાના ચોથા ટેસ્ટ ક્રિકેટ મેચમાં ત્રણ વિકેટથી હારીને સીરીઝ 2-1 થી જીતવાની સાથે જ બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે અકબંધ રાખી છે. ભારતને જીતવા માટે 328 રનનું લક્ષ્ય મળ્યુ હતુ, જેને મહેમાન ટીમએ અંતિમ દિવસ 97 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી હતી. આ સાથે, ભારતે ગાબા (Gabba) ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી પરાજિત કરીને છેલ્લા 31 વર્ષથી ચાલી આવેલા તેના શાસન સમાપ્ત કરી દીધુ છે.

ભારતની સીરીઝમાં જીત હાસિલ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના દિગ્ગજોએ ટ્વિટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. આ જીત સાથે, ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ જાળવી રાખી હતી જે તેણે અગાઉની શ્રેણીની જીત સાથે જીતી હતી. ટીમ ઈન્ડિયા માટે આ જીત વધુ મહત્વની છે કારણ કે તે ઘણા સ્ટાર ખેલાડીઓની ઈજાથી પીડાઈ રહી હતી.


યુવા સલામી બલ્લેબાજ શુભમન ગિલ (91), ટીમ ઈન્ડિયાની દીવાર ચેતેશ્વર પુજારા (56) અને પ્રતિભાશાળી વિકેટકીપર બલ્લેબાજ રિષભ પંત (નાબાદ 89) ની કરિશ્માઈ બલ્લેબાજીથી ભારતે બ્રિસ્બેનના ગાબા મેદાનમાં ઑસ્ટ્રેલિયાને ચોથા અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના પાંચમાં દિવસે મંગળવારના ત્રણ વિકેટથી હરાવીને નવો ઈતિહાસ રચી દીધો. ભારતે પહેલીવાર બ્રિસ્બેનમાં ટેસ્ટ જીત હાસિલ કરી અને ચાર મેચોની સીરીઝને 2-1 થી જીતી લીધો.

ભારતને આ મેચ જીતવા 328 રનનો લક્ષ્યાંક હતો. જ્યારે સવારે કોઈ વિકેટ ગુમાવ્યા વિના ભારતે તેની ઇનિંગ્સ ચાર રને લંબાવી હતી, ત્યારે કોઈને અપેક્ષા નહોતી કે ચોથી ઇનિંગમાં ભારત આટલું મુશ્કેલ લક્ષ્ય હાંસલ કરશે. ભારતીય બેટ્સમેનોએ અંતે કરિશ્મા બતાવી, જેની કરોડો દેશવાસીઓ રાહ જોઇ રહ્યા હતા. ભારતે 97 ઓવરમાં સાત વિકેટે 9૨9 રન બનાવીને ઐતિહાસિક વિજય નોંધ્યો હતો.

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આ ઐતિહાસિક જીત પર કહ્યુ કે ઉલ્લેખનીય જીત. ઑસ્ટ્રેલિયામાં જઈને આ રીતથી ટેસ્ટ સીરીઝ જીતવા માટે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં હંમેશાં યાદ રાખવામાં આવશે. BCCI (Board of Control for Cricket in India) એ ટીમને પાંચ કરોડ રૂપિયાનું બોનસ આપવાની ઘોષણા કરી છે. બધા સભ્યોને અભિનંદન.