બજાર » સમાચાર » સમાચાર

Mumbai Local Train: રેલ્વેએ લોકલ ટ્રેનમાં કરી MTRC સિસ્ટમની શરૂઆત, જાણો શું થશે ફાયદો

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 18:35  |  સ્ત્રોત : Moneycontrol.com

ઇન્ડિયન રેલ્વે (Indian Railways)એ મોબાઇલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમની શરૂઆત કરી રહી છે. જે રીતે વિમાનને સંકલન કરવા માટે એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (Air traffic Control, ATC) હોય છે, હવે તર્જ પર રેલ્વેએ લોકલ ટ્રેનમાં પણ MTRC (Mobile train Radio Communication) શરૂ થઇ ગઇ છે. પશ્ચિમ રેલ્વે પર સોમવારે આ સિસ્ટમ શરૂ થઈ હતી. જ્યારે સિગ્નલો નબળા હોય અથવા વરસાદમાં ટ્રેન ક્યારેય અટકી જાય, ત્યારે મુસાફરોને કંટ્રોલ રૂમમાંથી સીધી જાણ કરી શકશે.


આ સિસ્ટમ ટ્રેનના અકસ્માતોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ઇન્ડિયન રેલ્વેમાં પ્રથમ વખત એક મૉડર્ન કમ્યુનિકેશન સિસ્ટમ સોમવારે શરૂ કરી જે કંટ્રોલ રૂમ અને પશ્ચિમ રેલ્વે (Western Railway)નું ઉપનગરીય ટ્રેનોના ગાર્ડ અને મોટરમેનને સીમલેસ કમ્યુનિકેશન (Seamless Communication)માં સક્ષમ બનશે. આ માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.


પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર મોબાઈલ રેડિયો ટ્રેન કમ્યુનિકેશન શરૂ કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે જેમકે આકાશમાં ઉડતી ફ્લાઇટ્સ હવાઈ ટ્રાફિક નિયંત્રણના સતત સંપર્કમાં રહે છે, તેવી જ રિતે નવી સિસ્ટમ મોટરમેન અને ગાર્ડોંને રેલવે કંટ્રોલ રૂપની સાથે સંપર્કમાં રહેવામાં નદદ કરશે. કંસલે કહ્યું કે પહેલીવાર ભારતીય રેલ્વેમાં MTRC સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.


તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને 2014 માં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વિવિધ કારણોથી ઓછામાં ઓછા ત્રણ વર્ષમાં મોડું થયું, જેમાં વિવિધ મંજૂરીઓ અને લાઇસન્સ પ્રાપ્ત કરવાનું સામેલ હતું. MTRCમાં કેમેરા, માઇક્રો ફોન અને ડિજિટલ વિડિઓ રિકોર્ડિંગ સુવિધા છે. આ ટ્રેનની મુસાફરી દરમિયાન મોટરમેન કેબીનથી થવા વાળી આખી ઘટનાને રિકોર્ડ થઇ શકે છે. તેની સૂચના 90 દિવસ માટે સ્ટોર રહી સકે છે. અકસ્માત જેવી સ્થિતિમાં MTRCમાં નોંધેલી સૂચના તપાસ માટે ઉપયોગી સાબિત થશે.