બજાર » સમાચાર » સમાચાર

Redmi Note 10 સીરીઝ ભરાતમાં આવતા મહિને લૉન્ચથી પહેલા લીક, જાણો સુવિધાઓ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 15:56  |  સ્ત્રોત : Moneycontrol.com

દિગ્ગઝ ચાઇનીઝ મોબાઈલ કંપની શાઓમી (Xiaomi)ને ભારતમાં પ્રખ્યાત સ્માર્ટફોન બ્રાન્ડ રેડ્મી (Redmi) આવતા મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2021 માં રેડમી નોટ 10 સિરીઝ (Redmi Note 10 series)ના મોબાઇલ લૉન્ચ કરવાના છે. જેનું લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જો કે લૉન્ચિંગથી પહેલી તેની કેટલીક ડિટેલ્સ સોશિયલ મીડિયા પર લિક થઈ ગઈ છે. લીક રિપોર્ટમાં જે જાણકારી સામે આવી છે તે મુજબ Redmi Note 10 Seriesના સ્માર્ટફોન લુક અને સ્પેસિફિકેશનના કેસમાં ઉત્તમ સાબિત થશે. સાથે જ Redmi Note 10 સિરીઝના મોબાઇલ 4G ની સાથે 5G વેરિએન્ટમાં પણ હશે.


જો કે, કંપનીએ હજી સુધી આ તમામ માહિતીની પુષ્ટિ નથી કરી. ટિપ્સેરે એ પણ માહિતી આપી હતી કે Redmi Note 9 સિરીઝ ભારતમાં વેચાણના સંદર્ભમાં કોઈ ખાસ પ્રદર્શન નથી બતાવી, તે જોતાં Redmi Note 10 Seriesની કિંમત ભારતમાં એકદમ આકર્ષક રાખી શકાય. રેડમી નોટ 10 પ્રો 4જી વેરિઅન્ટને કથિત રૂપથી મૉડલ નંબર M210K6Gની સાથે સિંગાપોરની IMDA સર્ટિફિકેશન વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સિરીઝમાં બેન્ક પેનલ પર ક્વાડ કેમેરા સેટઅપ આપી શકાય છે. લિસ્ટિંગમાં આ પુષ્ટિ મળી છે કે 4જી વેરિયન્ટમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી વિકલ્પો, વાઇ-ફાઇ અને એનએફસી સપોર્ટ મળશે.


પ્રખ્યાત ટિસ્ટર ઇશાન અગ્રવાલે 91Mobilesના રિપોર્ટને હવાલાથી દાવો કર્યો છે કે Redmi Note 10 Pro અને Redmi Note 10 સ્માર્ટફોનએ ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં લૉન્ચ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે Redmi Note 9 સિરીઝના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નવા દેશમાં સ્માર્ટફોનની કિંમત દેશમાં એકદમ આકર્ષક કરવા વાળી રાખી શકાય છે. Xiaomi સબ-બ્રાન્ડને આ દિવસોમાં બજારમાં Realme જેવી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવી પડી છે. Redmi Note 10 વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને વ્હાઇટ, ગ્રે અને ગ્રીન કલરના વેરિએન્ટમાં ઓફર કરી શકાય છે.


Redmi Note 10 Pro ને 3 સ્ટોરેજ વેરિયન્ટમાં અને Qualcomm Snapdragon 732G SoC પ્રોસેસર સાથે લૉન્ચ કરી શકાય છે. આ રેડમી સીરીઝના સ્માર્ટફોનમાં 5,050 mAhની બેટરી સાથે ક્વૉડ રીઅર કેમેરા સેટઅપ જોવા મળ્યો, જેનું પ્રાઈમરી સેન્સર 64 મેગાપિક્સલનું હશે. રેડમી નોટ 10 સિરીઝમાં Redmi Note 10 અને Redmi Note 10 Pro જેવા મોબાઇલ હશે. સમાચારો અનુસાર, Redmi note 10 ને ત્રણ White, Gray અને Green કલર સાથે લૉન્ચ કરી શકાય છે.