બજાર » સમાચાર » સમાચાર

SBI ની લોન થઈ સસ્તી, બેન્કે MCLR ઘટાડો

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 13:44  |  સ્ત્રોત : Moneycontrol.com

દેશના સૌથી મોટા સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (State Bank of India-SBI) એ MCLR માં 5 થી 10 બેઝિક પોઈન્ટ્સની કપાત કરવાની ઘોષણા કરી છે. આ કપાત શૉર્ટ ટર્મ માટે કરવામાં આવી છે. જો કે 10 જુલાઈ થી લાગુ થશે. ડિમાન્ડને બનાવી રાખવા માટે બેન્કે આ કપાત કરી છે. આ કપાતથી હોમ લોન સસ્તી થઈ જશે. બેન્કે MCLR માં લગાતાર 14 મી વાર કપાત કરી છે. SBI ના MCLR બજારમાં સૌથી નીચે છે.

SBI એ રજુ કરેલા પોતાના બયાનમાં કહ્યુ છે કે 10 જુલાઈથી 3 મહીનાના MCLR ઘટાડીને 6.65 કરી દેવામાં આવ્યા છે. MCLR ઓછા થવાનો મતલબ થાય છે કે તમારી EMI ઓછી થઈ જશે. ગ્રાહકો માટે હોમ લોન સસ્તી થઈ જશે.

જાણકારોનું માનવુ છે કે બેન્કના આ પગલાથી લોકોને ફાયદો થવાની સંભાવના જતાવામાં આવી રહી છે. તેની પહેલા ગયા મહીને SBI એ પોતાના MCLR માં કપાત કરી હતી. SBI એ બધા ટાઈમ પીરિયડ માટે MCLR માં 0.25 ટકાની કપાત કરી હતી. આ કપાત 10 જુન 2020 થી લાગુ થઈ હતી.