સોંઘા ટામેટા બજારમાં પહોંચતા બન્યા મોંઘાદાટ, ટમેટાના ભાવે ખેડૂતોની વઘારી ચિંતા - songha tomato reached the market became expensive the farmers are worried about the price of tomato | Moneycontrol Gujarati
Get App

સોંઘા ટામેટા બજારમાં પહોંચતા બન્યા મોંઘાદાટ, ટમેટાના ભાવે ખેડૂતોની વઘારી ચિંતા

અરવલ્લી પંથકમાં લાલા ટામેટાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે સોંઘા ટામેટા બજારમાં પહોંચતા કેવી રીતે બને છે મોંઘાદાટ.

અપડેટેડ 12:02:22 PM Feb 16, 2023 પર
Story continues below Advertisement

અરવલ્લી પંથકમાં લાલા ટામેટાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે સોંઘા ટામેટા બજારમાં પહોંચતા કેવી રીતે બને છે મોંઘાદાટ.

અરવલ્લી જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોની આશા પર ફરી વળ્યું છે પાણી. હોશે હોશે 4 હજાર 933 હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર કરી આવ્યો પસ્તાવાનો વારો. ટામેટાનું બમ્પર ઉત્પાદન તો થયું. એટલે અન્નદાતાને આશા હતી કે ટામેટાની ખેતી કરી માલમાલ થશું પરંતુ જ્યારે બજારમાં ટામેટા લઈને પહોંચ્યા ભાવ સાંભળી ખેડૂતો લાલ લાલ થઈ ગયા. 25 હજાર જેટલો ખર્ચ કર્યો અને સામે મણના ભાવ માત્ર 30 થી 40 રૂપિયા મળતા રડવાનો વારો આવ્યો.

તૈયાર થયેલો પાક ખેડૂતો ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જઈ રહયા છે. પરંતુ ખેતરથી મોડાસા કે હિંમતનગર સુધી જવા પાછળ થતો ટ્રેક્ટર ખર્ચ પણ નીકળતો નથી જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે જગતનો તાત સરકાર તરફથી મદદ મળે તેવી આશ રાખી બેઠો છે.

પરંતુ હકીકત તો એ છે લાચાર ખેડૂતોને વચેટિયાઓ, દલાલો લૂંટી રહ્યા છે. ખેડૂતો પાસેથી કોડીના ભાવે ટામેટા લઈ બજારમાં મોંઘાદાટ વહેંચી પોતે લાખોની કમાણી કરે છે. લોકોને લૂંટે છે. ત્યારે સવાલ એ છે કે આખરે આ વચેટિયાઓથી ધરતીપુત્રોને ક્યારે મુક્તિ મળશે?

MoneyControl News

MoneyControl News

First Published: Feb 15, 2023 6:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.