બજાર » સમાચાર » સમાચાર

Trade Spotlight: કાલે સુર્ખિઓમાં રહ્યા આ શેરોમાં હવે તમારી શું રોકાણની રણનીતિ

કાલના ફોક્સમાં રહેલા સ્ટૉકમાં Hindustan Copper માં 10 ટકા, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝમાં 14 ટકા અને એંજલ બ્રોકિંગમાં 10 ટકાનો વધારો જોવાને મળ્યો હતો.
ના રોજ પ્રકાશિત Tue, 11, 2021 પર 12:06  |  સ્ત્રોત : Moneycontrol.com

સોમવાર એટલે કે કાલના કારોબારમાં ભારતીય બજાર લીલા નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી 14900 ની ઊપર બંધ થયો હતો જ્યારે સેન્સેક્સમાં આશરે 300 અંકોની રેલી જોવાને મળી હતી. અલગ-અલગ સેક્ટરો પર નજર કરીએ તો કાલના કારોબારમાં metals, public sector, capital goods, healthcare & power સ્ટૉકમાં ખરીદારી જોવાને મળી હતી. જ્યારે આઈટીમાં નફાવસૂલી જોવાને મળી હતી.

નાના મધ્યમ શેરોમાં કાલ મિશ્ર કારોબાર જોવાને મળ્યો હતો. બીએસઈના સ્મૉલકેપ ઈંડેક્સ 0.07 ટકા નીચે બંધ થયા હતા. જ્યારે S&P BSE મિડકેપ ઈંડેક્સ આશરે 1 ટકાના વધારાની સાથે બંધ થયા હતા.

કાલના ફોક્સમાં રહેલા સ્ટૉકમાં Hindustan Copper માં 10 ટકા, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝમાં 14 ટકા અને એંજલ બ્રોકિંગમાં 10 ટકાનો વધારો જોવાને મળ્યો હતો.

અહીં અમે તમને Reliance Securities ના Jatin Gohil ના આ શેરો પર શું સલાહ છે તે જણાવી રહ્યા છે.

Hindustan Copper - કાલના કારોબારમાં આ શેર 189.10 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. કાલે આ શેરમાં 10 ટકાનો વધારો જોવાને મળ્યો હતો. Jatin Gohil ની આ શેરમાં 240 રૂપિયાના શૉર્ટ ટર્મ લક્ષ્ય માટે ખરીદીની સલાહ છે.

Praj Industries - કાલના કારોબારમાં આ શેર 305.55 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. કાલે આ શેરમાં 14 ટકાનો વધારો જોવાને મળ્યો હતો. Jatin Gohil ની આ શેરમાં 400 રૂપિયાના શૉર્ટ ટર્મ લક્ષ્ય માટે ખરીદની સલાહ છે.

Angel Broking - કાલના કારોબારમાં આ શેર 616.70 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. કાલે આ શેરમાં 10 ટકાનો વધારો જોવાને મળ્યો હતો. Jatin Gohil ની આ શેરમાં 700 રૂપિયાના શૉર્ટ ટર્મ લક્ષ્ય માટે ખરીદીની સલાહ છે.