યસ બેંકે લોન્ચ કર્યું ખાસ ડેબિટ કાર્ડ, ધનિક કસ્ટમર્સને મળશે અનેક ફાયદા - yes bank launches premium debit card for for hni features benefits | Moneycontrol Gujarati
Get App

યસ બેંકે લોન્ચ કર્યું ખાસ ડેબિટ કાર્ડ, ધનિક કસ્ટમર્સને મળશે અનેક ફાયદા

યસ બેંક તરફથી આ વિશેષ ડેબિટ કાર્ડ બેંકના અલ્ટ્રા-હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુઅલ (UHNI) કસ્ટમર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. ડેબિટ કાર્ડ વપરાશકર્તાઓને મુસાફરી, સુખાકારી, જીવનશૈલી સહિત અન્ય શ્રેણીઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ અને ઘણા લાભો મળશે.

અપડેટેડ 04:13:28 PM Jan 17, 2023 પર
Story continues below Advertisement

ખાનગી ક્ષેત્રની યસ બેંકે માસ્ટરકાર્ડ સાથે મળીને યસ પ્રાઇવેટ ડેબિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ખાસ ડેબિટ કાર્ડ બેંકના અલ્ટ્રા-હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ (UHNI) કસ્ટમર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. ડેબિટ કાર્ડ વપરાશકર્તાઓને મુસાફરી, સુખાકારી, જીવનશૈલી અને અન્ય શ્રેણીઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ અને ઘણા લાભો મળશે. આ ડેબિટ કાર્ડ ખાસ કરીને પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. બેંકે માસ્ટરકાર્ડના પ્રીમિયમ વર્લ્ડ એલિટ પ્લેટફોર્મ પર કાર્ડ લોન્ચ કર્યું છે, જેને UHNI કસ્ટમર્સ માટે સિગ્નેચર ગ્લોબલ પ્રોગ્રામ કહેવાય છે. આ સાથે યસ બેંક આ પ્લેટફોર્મ પર ડેબિટ કાર્ડ લાવનારી એશિયા પેસિફિકની પ્રથમ બેંક બની ગઈ છે.

ડેબિટ કાર્ડ યુઝર્સને આ બેનિફિટ મળશે
આ યસ પ્રાઈવેટ ડેબિટ કાર્ડમાં UHNIs માટે ઘણી સારી સુવિધાઓ છે. તેના વપરાશકર્તાઓને પ્રાઈવેટ જેટ, એરપોર્ટ લિમોઝ, ચૉફ્યુર્ડ કાર સેવાઓ, ઓબેરોય હોટેલ્સ અને રિસોર્ટ્સ તરફથી ઈ-ગિફ્ટ વાઉચર્સ મળશે, જેનો ઉપયોગ પસંદગીના સ્થળોએ બુકિંગ, જમવા અને સ્પાના અનુભવો માટે થઈ શકે છે. આ ઉપરાંત, કસ્ટમર્સને દર વર્ષે કોમ્પ્લીમેન્ટરી ગોલ્ફ સત્રો અને પાઠો તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લોન્જની ઍક્સેસ પણ મળશે.

કંપનીનું નિવેદન
લોન્ચ પર ટિપ્પણી કરતા, રાજન પેન્ટલ, ગ્લોબલ હેડ - રિટેલ બેંકિંગ, યસ બેંકે કહ્યું, "યસ બેંકમાં, અમે અમારા કસ્ટમર્સની વિકસતી જરૂરિયાતોને સમજીએ છીએ અને આ જરૂરિયાતોને અનુરૂપ સેવાઓ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. YES પ્રાઇવેટ ડેબિટ કાર્ડની શરૂઆત સાથે, અમે અમારા કાર્ડ પ્રસ્તાવને વધુ મજબૂત બનાવવાનો ધ્યેય રાખીએ છીએ. આ કાર્ડ કસ્ટમર્સને વિશ્વ કક્ષાની સેવા પૂરી પાડવા માટે અમારા વ્યાપક નેટવર્ક અને મજબૂત સંબંધોનો લાભ ઉઠાવશે. અમારું માનવું છે કે નવું ડેબિટ કાર્ડ એક આકર્ષક દરખાસ્ત છે જે મુસાફરી, સુખાકારી, જીવનશૈલી અને લક્ઝરીમાં શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરે છે, જેનાથી અમારા અમિર કસ્ટમર્સને બેજોડ બેંકિંગ અનુભવ મળે છે."

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2023 2:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.