બજાર » સમાચાર » રાજકારણ

માતોશ્રીની બહાર લગ્યા આદિત્યના પોસ્ટર

ના રોજ પ્રકાશિત Tue, 05, 2019 પર 18:50  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઇના બાંદ્રા વિસ્તારમાં માતોશ્રીની બહાર ફરી એકવાર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા પર શિવસૈનિકો તરફથી પોસ્ટર લગાવવામાં આવ્યા. પોસ્ટરમાં આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી છે. પોસ્ટરમાં મરાઠીમાં લખવામાં આવ્યુ છેકે માઝા આમદાર, માઝા મુખ્યમંત્રી એટલે કે મારો ધારાસભ્ય, મારો મુખ્યમંત્રી. આ પોસ્ટર દ્વારા ઉદ્ધવને અપીલ કરવામાં આવી છે કે તેઓ આદિત્યને મુખ્યમંત્રી બનાવે. જોકે આ પોસ્ટરને કારણે શિવસેના-ભાજપ વચ્ચેના સબંધોમાં તિરાડ વધુ મોટી થઇ શકે.