બજાર » સમાચાર » રાજકારણ

23મીએ યોજનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્ય ચૂંટણી પંચે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. 23મીએ યોજાનારી મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે. આ મતગણતરીમાં સુરક્ષાથી માંડીને મતગણતરી કેન્દ્રોમાં વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. 9 હજારથી વધુ કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે. રાજ્યના 28 કેન્દ્રો પર મતગણતરી થશે.


દરેક મતગણતરી કેન્દ્ર પર 14 ટેબલ મુકાયા છે. મતગણતરી માટે 26 ચૂંટણી અધિકારી,182 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે. તો ટપાલ મતપત્રકો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે. દરેક મતગણતરી ટેબલ પર કાઉન્ટીંગ સુપરવાઈઝર,કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને એક માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઈ છે. કુલ 2448 કાઉન્ટીંગ સુપરવાઈઝર,2548 કાઉન્ટીંગ આસિસ્ટન્ટ, 2912 માઈક્રો ઓબ્ઝર્વર અને ટપાલ મતપત્રકોની ગણતરી માટે 309 અધિકારીઓને રહેશે.


તો મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ,લેપટોપ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત તો સુરક્ષાની વાત કરીએ તો દરેક મતગણતરી કેન્દ્ર પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં પ્રથમ લેયર-શહેર પોલીસ બેરિકેટ કોર્ડન કરશે. અને તમામ ચકાસણી કર્યા બાદ અધિક્રૃત વ્યક્તિને પ્રવેશ આપશે. બીજા લેયરમાં હથિયારધારી પોલીસ ગોઠવાશે. અને ત્રીજા લેયરમાં કેન્દ્રીય હથિયારધારી પોલીસ ગોઠવાશે.