બજાર » સમાચાર » રાજકારણ

ભાજપના વધુ એક ધારાસભ્યની નારાજ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 16:24  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાજપના વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. વડોદરાની જ વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હવે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ગુજરાતના ધારાસભ્યોની કોઇ પણ અર્જી સરકારી કચેરીના અધિકારીઓ સાંભળતા નથી. અને ઘણા બધા ધારાસભ્યો નારાજ છે. 6 મહિના સુધીમાં ઘણાં બધા લોકો રાજીનામા આપશે. સાથે જ તેમણે મહેસૂલ મંત્રી પર પણ સીધા આક્ષેપ કર્યા. મધુ શ્રાવાસ્તવે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પર ધર્મના કામ માટે મંજૂરી ન આપવા બદલ પ્રહાર કર્યા.