બજાર » સમાચાર » રાજકારણ

અયોધ્યા: ટેન્ટથી અસ્થાયી મંદિર પહોંચ્યા રામલાલા, સીએમ યોગીને આપ્યું 11 લાખ રૂપિયાનો ચેક

ના રોજ પ્રકાશિત Wed, 25, 2020 પર 14:34  |  સ્ત્રોત : CNBC-Bajar

શ્રી રામજન્મ ભૂમિ પર ભવ્ય રામ મંદિરના નિર્માણમાં હવે સમય લાગશે. આ સમય દરમિયાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ભગવાન શ્રી રામલાલાને ટેન્ટથી લઇને અસ્થાઇ મંદિરમાં વિરાજમાન કર્યા છે. એનાથી ભક્તોમાં ખુશીનું વાતાવરણ સર્જાય રહ્યું છે.


આ વચ્ચે રામલાલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આનંદના આંસુ વહેતા કહ્યું કે ભગવાન રામલાલાને 27 વર્ષ ત્રણ મહિના અને 20 દિવસ પછી બુધવારે અસ્થાયી મંદિરમાં પ્રતિસ્થાપિત કરવામાં આવ્યું છે. સીએમ યોગીની હાજરીમાં આ તમામ કામો કરવામાં આવ્યાં છે. વૈદિક મંત્રોચ્ચારણની સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવ્યું છે.


આના પછી સવારે 5 વાગ્યે આરતી કરવામાં આવી હતી. આરતીમાં ભાગ લીધા બાદ સીએમ યોગી ગોરખુપર જવા માટે નીકળી ગયા હતા. સીએમ યોગીએ રામલાલાને 11 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક તેમણે રામ જન્મ ભૂમિ તીર્થ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયને આપ્યો હતો.


આના પર ઉત્તરાખંડ યુદ્ધ મેમોરિયલનાં અધ્યક્ષ તરુણ વિજયે લખ્યું અને ટ્વિટ કર્યું - બાબરે રામજન્મભૂમિ મંદિરનો તોડી નાખ્યો હતો. આના 500 વર્ષ પછી (1528-2020) આજે હિન્દુ નવા વર્ષ પર ભારતે ભગવાન શ્રી રામ વિગ્રહની પૂજા અર્ચના જોઈ છે. ભવ્ય રામ મંદિર બને ત્યાં સુધી રામલાલા અહીં રહેશે. તે ખરેખર એક એતિહાસિક દિવસે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આભાર અને શુભેચ્છાઓ.