બજાર » સમાચાર » રાજકારણ

રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર

ના રોજ પ્રકાશિત Tue, 17, 2020 પર 12:46  |  સ્ત્રોત : CNBC-Bajar

હોર્સ ટ્રેડિંગના ભયે રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજસ્થાન લઇ જવાયેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે આજે કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકો બેઠક કરશે. અને આ બેઠક બાદ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપશે. જે રિપોર્ટના આધારે રાજ્યસભાની ચૂંટણીમાં બે ઉમેદવારો રાખવા કે એક જ તેનો નિર્ણય લેવાશે. કોગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકો રજની પાટિલ, બી કે હરિપ્રસાદ પણ બેઠકમાં હાજર રહેશે અને કોંગ્રેસના 67 ધારાસભ્યો સાથે બેઠક યોજશે. કોંગ્રેસના બન્ને ઉમેદવારો શક્તિસિંહ અને ભરતસિંહ પણ રિસોર્ટમાં હાજર છે.