બજાર » સમાચાર » રાજકારણ

ભાજપ સાંસદના ફડણવીસ પર આક્ષેપ

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:48  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ વિવાદ ઊભો કર્યો છે. તેમણે કહ્યું કે શિવસેના-કોંગ્રેસ અને NCP સરકાર કેન્દ્ર સરકારે આપેલા 40 હજાર કરોડના ફંડનો દુરઉપયોગ ન કરી શકે તે માટે ભાજપ પાસે બહુમતી ન હોવા છતાં પણ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હેગડેએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના ફંડનો દુરુપયોગ બચાવવા માટે ભાજપે આ નાટક કર્યું અને ફડણવીસે 15 કલાકમાં જ આ નાણાં કેન્દ્ર સરકારને પરત આપ્યા હતા. જોકે બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે આ આક્ષેપોને નકાર્યા છે અને તેમણે જણાવ્યું હતું કે તેમના આ ટૂંકા ગાળા દરમિયાન તેમણે માત્ર ખેડૂતો માટેનું ફંડ જ રિલીઝ કર્યું હતું.