બજાર » સમાચાર » રાજકારણ

ભાજપની સંસદીય બોર્ડની ત્રણ દિવસીય બેઠક મળી

ના રોજ પ્રકાશિત Thu, 18, 2018 પર 16:31  |  સ્ત્રોત : CNBC-Bajar

3 દિવસ માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. કમલમમાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીએમ રૂપાણી અને Dy.CM નીતિન પટેલ સહિતના તમામ નેતાઓ હાજર રહ્યા. આ બેઠકમાં 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી.


સાથે જ 75 નગરપાલિકા માટે ઉમેદવારોના નામ પર પણ ચર્ચા કરાઇ. જિલ્લા પંચાયતની 110 બેઠકોના ઉમેદવારો, તાલુકા પંચાયતની 436 બેઠકોના ઉમેદવારો માટે પણ ચર્ચા થઇ. આ ઉપરાંત નગરપાલિકાની 2116 બેઠકો માટે ઉમેદવારની પસંદગી માટે ચર્ચા કરવામાં આવી.