બજાર » સમાચાર » રાજકારણ

રાફેલ પર કોંગ્રેસની નિયત પર ભાજપના સવાલ

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

હરિયાણામાં ચૂંટણી સભા દરમ્યાન ગૃહ મંત્રી અમિત શાહે રાફેલ મુદ્દે કોંગ્રેસની નિયત પર સવાલ ઉભા કર્યા છે. આ પહેલા કોંગ્રેસે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવેલી શસ્ત્ર પુજા પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસે રાફેલને લેવા રક્ષા મંત્રી કેમ ગયા તેના પર સવાલ ઉભા કરવાની સાથે કોંગ્રેસે ધાર્મિક પુજા પર પણ સવાલ કર્યા. જેના જવાબમાં ગૃહ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે પહેલા નક્કી કરવાની જરૂરત છે કે કોનો વિરોધ કરવો જોઇએ અને કોનો નહીં. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ ભારતની પરંપરાનું અપમાન કરી રહી છે.