બજાર » સમાચાર » રાજકારણ

ભાજપ ગૌરવ યાત્રા કચ્છના રાપર ખાતે પહોંચી

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 17:23  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતમાં ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે છેલ્લા 13 દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં ફરી રહી છે. ત્યારે આ ગૌરવ યાત્રા કચ્છના રાપર પહોંચી હતી. જેમાં ખાસ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, વિકાસ શબ્દથી કોંગ્રેસ રઘવાઈ બની છે.


મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસ ચામાચીડિયા જેવી છે, તે હંમેશા ઉંધી જ લટકે છે. કોંગ્રેસ વિકાસનો મજાક કરી રહી છે.