બજાર » સમાચાર » રાજકારણ

બોલિવુડ કલાકારોએ કર્યુ મતદાન

ના રોજ પ્રકાશિત Mon, 21, 2019 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકશાહીના પર્વ એવા ચૂંટણીના રણમેદાનમાં અનેક નેતાઓનું ભાવિ આજે EVMમાં કેદ થશે. અને મતદારો નક્કી કરશે આ તમામ નેતાઓનું ભાવિ. તેવામાં બોલિવુડ એક્ટર્સે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. અને સામાન્ય જનતાને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા.

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. મતદાન શરૂ થતાની સાથેજ અભિનેતાઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. અભિનેત્રી માધુરી દીક્ષિતે મતદાન કર્યું. માધુરીએ જુહૂમાં ગાંધી શિક્ષા ભવન્સમાં મતદાન કર્યુ હતુ. હાલમાં માધુરી દીક્ષિત ચલે મતદાન કરે કેમ્પેઇન સાથે પણ જોડાયેલા છે. તેમણે વધુમા વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી.

તો બોલિવુડ એક્ટર આમિર ખાને પણ તેમના પત્ની કિરણ રાવ સાથે મતદાન કર્યું. આમેરે મતદાન કેન્દ્ર પર મત આપ્યા બાદ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.

આ સિવાય લારા દત્તાએ મતદાન કરતા પહોંચતાજ સામાન્ય જનતા સહિત પોલીસ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. જોકે મતદાન મથકમાં પોલીસ કર્મીઓએ સેલ્ફી લેતા વિવાદ સર્જાયો છે.

અભિનેતા રીતેષ દેશમુખે મહારાષ્ટ્રના લાતુરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

તો અભિનેત્રી જેનેલિયા ડિસુઝા, પ્રિયા દત્ત સહિત પીઢ અભિનેત્રી શોભા ખોટે જેવી જાણીતી હસ્તીઓએ મતદાન કર્યું. શોભા ખોટે એ અંધેરી વેસ્ટમાં મતદાન કર્યું હતું. આ તમામ અભિનેતાઓએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.

તો જાણીતા ભોજપુરી એક્ટર અને ભાજપના ગોરખપુરથી સાંસદ એવા રવિ કિશને પણ ગોરેગાંવથી મતદાન કર્યું. આમ લોકશાહીના પર્વને ભારે ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે. તેમાં અનેક જાણીતા અભિનેતાઓ પોતે મતદાન કરી લોકોનો ઉત્સાહ પણ વધારી રહ્યાં છે. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થવું જરૂરી છે. તેવામાં અભિનેતાઓ એકબીજાનો ઉત્સાહ વધારી રહ્યાં છે.