બજાર » સમાચાર » રાજકારણ

રાજ્યસભા ચૂંટણીને લઈ CM રૂપાણીનું નિવેદન

ના રોજ પ્રકાશિત Thu, 19, 2020 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં હાલ ચૂંટણી જંગ જામ્યો છે. રાજ્યમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે ભાજપના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો કોંગ્રેસમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. ત્યારે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણીને લઇને નિવેદન આપતા કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.


સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસમાં આતંરિક જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર જ વિશ્વાસ નથી. તો વધુમાં તેમણે કહ્યું BTP અને NCPના ધારાસભ્યો પણ ભાજપને જ મત આપશે.