બજાર » સમાચાર » રાજકારણ

સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત પ્રવાસે

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉત્તરપ્રદેશના ફાયર બ્રાન્ડ નેતા અને સીએમ યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. ત્યારે તેમની ગૌરવ યાત્રાની શરૂઆત દક્ષિણ ગજુરાતના વલસાડથી શરૂ થઈ હતી. જ્યાં યોગીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પોતાના મતક્ષેત્ર અમેઠીમાં વિકાસના કોઈ કાર્યો થયા નથી. ત્યારે અમે ત્યાં વિકાસના કાર્યો શરૂ કરતાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે.


ભાજપની ગૌરવયાત્રામાં હાજરી આપવાની સાથે યાત્રામાં જોડાવવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વલસાડ ખાતે આવ્યાં હતાં. જ્યાં તેમણે કોંગ્રેસ અને ખાસ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપની સરકાર બની તે વાત કોંગ્રેસ અને રાહુલને પચતી નથી.


મોદી સરકારમાં કરપ્શન, કાળા બજાર, બ્લેક મની વિરુધ્ધ આકરા પગલાં લેવાઈ રહ્યાં છે. આ વાતથી કોંગ્રેસના પેટમાં ચૂંક ઉપડી છે. સાથે જ યોગીએ સવાલ કરતાં કહ્યું કે, એક પણ યોગ્ય કારણ ન હોવા છતાં રાહુલ ગાંધી શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરી રહ્યાં છે ? બસ એટલે જ કે વડાપ્રધાન એકદમ સ્વચ્છ છબી ધરાવે છે.


તો યોગી આદિત્યનાથને જવાબ આપતાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે UPના વિકાસમાં અપશુકનિયાળ છે યોગી.