બજાર » સમાચાર » રાજકારણ

ધોળકા તાલુક પંચાયત પર કોંગ્રેસનો પંજો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ગઢમાં ગાબડું પડ્યું છે. ધોળકા તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તગત કરી છે. કોંગ્રેસના દિવ્યાબેન સિસોદીયા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. તો ઉપપ્રમુખ પદે તેજાભાઈ બારડ ચૂંટાયા છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના 11-11 સભ્યો મળી કુલ 22 સભ્યો છે.