બજાર » સમાચાર » રાજકારણ

ગાંધીનગરમાં કોંગ્રેસની કૂચ કચડાઇ

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 16:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી. જોકે કોંગ્રેસની થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીમારો કરીને કૂચને આગળ વધતી અટકાવવામાં આવી હતી.


તેમાંથી અમિત ચાવડા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તો કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના સામે પોલીસકર્મીઓએ કાર્યકર્તાઓ પર પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, સરકારે રેલીની પરવાનગી ન આપતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.


રેલીમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કપડાં ફાટ્યાં હતા. રાજ્યમાં લાંબા સમય પછી ગાંધીનગરમાં આ પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હતા. કૉંગ્રેસે અનેક મુદ્દાઓને લઈને રાજ્યમાં હલ્લાબોલ કરતા શિયાળાની બપોરે પાટનગરનું રાજકારણ ગરમાયું હતું.


તો આ સમગ્ર મામલે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ એક તરફ હિંસક થઇ રહી છે અને બીજી તરફ લોકશાહીની વાતો કરી રહી છે. કોંગ્રેસે પોલીસેનો પથ્થરમારા માટે ઉશ્કેર્યા છે.


તો આ મામલે પોલીસ કમિશનરે નિવેદન આપતા કહ્યું કે પહેલા પથ્થરમારો થયો ત્યાર પછી પોલીસ દ્વારા પાણીથી મારો કરવામાં આવ્યો છે.