બજાર » સમાચાર » રાજકારણ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આવ્યા એક્શનમાં!

ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 10:59  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસની મહત્વની બેઠકની આગેવાની કરી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા બાદ આ બેઠક તેમની પહેલી છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી, રાજ્યોના ઇનચાર્જ, CLP નેતાઓ અને બધા રાજ્યોની પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ હાજર રહ્યા.


મુશ્કેલીથી બહાર નીકળવા માટે સોનિયા ગાંધીએ નેતાઓને વધુ આક્રમક થવા કહ્યું છે અને ટિપ્પણી કરી કે માત્ર સોશલ મીડિયા પર આક્રમક થવાથી કામ નહીં ચાલે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસે હવે એક વિરોધ માટેના એજન્ડાની જરૂરત છે અને તે એજન્ડા તેમણે દેશના આર્થિક સ્થિતિને બનાવી.


સરકાર પર પ્રહાર કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે ભાજપ આર્થિક ખરાબ સ્થિતિથી ધ્યાન ભટકાવવા માટે બદલાનું રાજકારણ કરી રહી છે. તો શું સોનિયા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ ફરી તેના પગ પર ઉભી થઇ શકશે અને શું કોંગ્રેસ માત્ર સોશલ મીડિયા પર પ્રચાર કરીને આગળ વધશે.


કારણ કે તેઓ ટીવી ડિબેટમાં તો આવવાનું આમંત્રણ ફગાવે છે. તો આના પર ચર્ચા કરીશું પરંતુ તે પહેલા આવો જોઇએ બેઠક વિશે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સમાં શું ખાસ વાત બહાર આવી.


આગળ જાણકારી લઇએ વરિષ્ઠ પત્રકાર અનિલ પાઠક અને ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી પાસેથી.


નેતાઓને વધુ આક્રમક થવાની જરૂરત છે. માત્ર સોશલ મીડિયા પર આક્રમક થવાથી કામ નહીં ચાલે. હવે એક વિરોધ માટેના એજન્ડાની જરૂરત છે. આર્થિક સ્થિતિ પર 15-25 ઓક્ટોબર દેશભરમાં અભિયાન છે. પાર્ટીમાં સભ્યો વધારવા માટે અભિયાનની શરૂઆત કરી છે.


ભાજપ લોકતંત્રને નષ્ટ કરી રહી છે. સરકાર બદલાનું રાજકારણ કરી રહી છે. સરકાર આર્થિક સ્થિતિથી ધ્યાન ભટકાવી રહી છે. સ્વતંત્રતા સેનાનીઓની વાતને ખોટી રીતે રજૂ કરાઇ છે. ભાજપ જનતમનો ખોટો ઉપયોગ કરી રહી છે.


વરિષ્ઠ પત્રકાર અનિલ પાઠકનું કહેવુ છે કે કોંગ્રેસને સોનિયા ગાંધી જ સંભાડી શકે છે. રાહુલ ગાંધી અને પ્રયંકા ગાંધી નથી સંભાડી શકતા. ઘણા વર્ષોથી આપમે જોયુ છે સોનિયા ગાંધી રાજીવ ગાંધીના પત્ની છે. છેલ્લા 10 વર્ષથી સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટીના પ્રેશિડેન્ટ રહ્યા છે. હવે ભાજપ સરાકાર આવી છે અને ઘણા સારા નિર્ણયો લીધા છે. હવે જો કોંગ્રેસ મજબૂત બનીને ભાજપને સપોર્ટ કરે તો દેશમાં સારી પ્રગતી થશે. કોંગ્રેસ પાર્ટીના સભ્યોમાં પણ વાતો થઇ કે જુની વાતોને ભુલીને નવી રણનિતી બનાવીને દેશમાં નવી સરકારમાં પ્રયોશ કરે.


ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકીનું કહેવુ છે કે કોંગ્રેસ નવી રણનિતી બનાવાની વાતો મળી રહી છે. કોંગ્રેસના જુના સભ્યો નવા યુવાનોનાં માધ્યનથી નવી રણનિતી બનાવી રહ્યા છે. કોંગ્રેસનું એક જ રણનિતી રહી છે ખેડૂતો માટે. ખેડૂતોના વિશયને સામે રાખીને રણનિતી ન રમવી જોઇએ. ભાજપ નવી સિસ્ટમ લાવી રહી છે. નવી સિસ્ટમ ઉપયોગમાં નથી લેવાથી કોંગ્રેસ ભોગવી રહી છે.