બજાર » સમાચાર » રાજકારણ

કોંગ્રેસ બેરોજગારીના મુદ્દે કરશે વિરોધ

આ માટે પુરી જવાબદારી યૂથ કોંગ્રેસને સોંપવામાં આવી છે.
ના રોજ પ્રકાશિત Thu, 23, 2020 પર 18:44  |  સ્ત્રોત : CNBC-Bajar

NPR, NRC અને નાગરિકતા કાયદા પર થઇ રહેલા વિરોધ વચ્ચે મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ હવે બેરોજગારીને મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે પુરી જવાબદારી યૂથ કોંગ્રેસને સોંપવામાં આવી છે. યૂથ કોંગ્રેસે આ માટે એક નેશનલ રજિસ્ટર ઓફ અનએમ્પ્લોયમેન્ટ બનાવશે અને જેના માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. આ નંબર પર મિસ કોલ દ્વારા બેરોજગારીનો અંક જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. યૂથ કોંગ્રેસ બેરોજગારીના મુદ્દા પર વિડિયો અને પોસ્ટર પણ જાહેર કરશે.