બજાર » સમાચાર » રાજકારણ

કોરોનાવાયરસ: તેલંગાણામાં સરકારી કર્મચારીઓ, IAS અને MLA ના પગારમાં 75% ઘટાડો

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 11:23  |  સ્ત્રોત : CNBC-Bajar

તેલંગાના (Telangana) માં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ રોકવા માટે ત્યાંના સીએમ ચંદ્રશેખર રાવે એકદમ અલગ નિર્ણય કર્યો છે. આ સંક્રમણને રોકવા માટે તેનો પ્રબંધ ઘણો ખર્ચીલો છે. પરંતુ તેલંગાનાના સીએમે નેતાઓ અને IAS અઘિકારીઓના પગારમાં મોટી કપાત કરવાનો નિર્ણય કર્યો છે.

રાવે સોમવારના કહ્યુ હતુ કે રાજ્યના નાણાકીય મદદ માટે રાજ્યના મંત્રીઓનો 75 ટકા પગાર કાપવામાં આવશે. તેનો મતલબ એ છે કે બધા નેતા, ધારાસભ્ય અને સ્થાનીક સંસ્થાઓના સભ્યોને આ મહીને પગાર માંથી 25 ટકા હિસ્સો મળશે. સરકારી કૉરપોરેશન જેવા રોડ ટ્રાંસપોર્ટ કૉરપોરેશન પણ તેમાં શામિલ છે.  

પોલિસ પ્રશાસનમાં કામ કરવા વાળા સિવિલ સર્વેંટ્સ, પુલિસ અને ફૉરેન સર્વિસિઝના અધિકારીઓના પગારમાં 60 ટકાની કપાત કરવામાં આવશે. એટલુ જ નહીં, રાજ્યના પેન્શનરોના ભથ્થામાં પણ ઘટાડો કરશે. તેમની પેન્શનમાં 50 ટકાનો ઘટાડો થશે.

ચીફ મિનિસ્ટર ઑફીસના તરફથી આવેલા એક બયાનમાં કહેવામાં આવ્યુ છે કે, ``તેલંગાનાની આર્થિક સ્થિતિ પર કોરોના વાયરસની ખરાબ અસર પડી છે. તેને ધ્યાનમાં રાખતા સરકારે આ પગલા ઉઠાવ્યા છે.``

રાવે પહેલા કહ્યુ હતુ કે રેવેન્યુ ડિપાર્ટમેન્ટ 12000 કરોડ રૂપિયાની ખોટથી લડી રહ્યુ છે. તેમણે કહ્યુ કે આ હાલાતનો સામનો કરવા માટે તેમણે પોતાનો પગાર છોડવો પડશે.

રાવે 29 માર્ચના કહ્યુ હતુ, ``સરકારી ખજાનાને 15 માર્ચ સુધી 12000 કરોડ રૂપિયાની જરૂર છે. બધુ બંધ છે- પેટ્રોલ, જીએસટી, એક્સાઇઝ. આપણે આપણા MLA અને સરકારી કર્મચારીઓનો પગાર કાપવો પડશે. લોકોને આ મુશ્કેલીના સમયમાં સહયોગ કરવો પડશે. આ લક્ઝરી નથી. તમે પહેલા જે જમી રહ્યા હતા હવે તેનુ અડધુ જમવુ પડશે.``