બજાર » સમાચાર » રાજકારણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલુ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો દબદબો યથાવત્ રાખ્યા બાદ નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે દબદબો રાખ્યો છે. અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપને સારી એવી બેઠક મળી રહી છે. 81 નગર પાલિકામાંથી ભાજપ 60 પર જ્યારે કોંગ્રેસ 7 પર આગળ ચાલી રહી છે. 231 તાલુકા પંચાયતમાંથી ભાજપ 158 પર જ્યારે કોંગ્રેસ 17 પર આગળ ચાલી રહી છે. અને 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાંથી ભાજપ 30 પર જ્યારે કોંગ્રેસ કે અન્યનું ખાતું પણ નથી ખુલ્યું.