બજાર » સમાચાર » રાજકારણ

દિલ્હી: રાહુલની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક મળી

ના રોજ પ્રકાશિત Fri, 19, 2018 પર 16:47  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હી ખાતે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક મળી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર મળી તેના અંગે વિશ્લેષણ થઈ હતુ. તો આ ચૂંટણીની હાર પાછળ કયા પરિબળો અને શું સારુ કરી શકાયુ હોત તેના પર ચર્ચા થઈ હતી.


ગુજરાતમાં કોઈ પણ પ્રકારે સંગઠનમાં પરિવર્તન થશે નહીં. તો આવનારી ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં 2019ની લોકસભા ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે બેઠકમાં ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવી હતી અને મિશન 2019માં સારા પ્રદર્શન માટે પ્લાન ઘડવામાં આવ્યો છે